________________
[ ર૭૮ ]
શ્રી કરવિજયજી આ ભાવના જીવને સમજાવે છે કે વિશ્વના સર્વ જીવો પરાધીન છે–અશરણ છે-બીજાનો બચાવ કરવાને અસમર્થ છે. ધર્મ સિવાય બીજું કંઈ જીવનું રક્ષણ કરી શકતું નથી. ત્રીજી સંસારભાવના–આ ભાવના કહે છે કે કર્મને આધીન થઈને
જી આ વિશ્વરૂપી રંગમંડપમાં વિવિધ વેશ ધારણ કરીને નાટકીયાની માફક નાચે છે, વારંવાર દેહ અને સંબંધો બદલાવે છે, ઘાણીમાં જોડેલા બળદની માફક સંસારચક્રમાં આંટા-ફેરા માર્યા કરે છે. ચોથી એકત્વભાવના--આ ભાવના જીવને સમજાવે છે કે જીવ એકલે જ જન્મે છે અને એકલો જ મરે છે. પોતાના કરેલાં શુભાશુભ કર્મો દેવલેકમાં કે નરકમાં જીવને એકલાને જ ભેગવવાં પડે છે. તેમાં કઈ ભાગ પડાવી કે લઈ શકતું નથી, માટે જીવે પિતાને જે સારું લાગે તે જ કરવું. પાંચમી અન્યત્વભાવના–જીવને એમ સમજાવે છે કે તું દેહથી જુદે છે. તારો ધર્મ જ્ઞાતા ને દ્રષ્ટા છે. જડને ધર્મ મળવું ને વિખરવું છે. તું અરૂપી છે, જડ વસ્તુ રૂપવાળી છે. જેમાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે જડ છે. છઠ્ઠી અશુચિભાવના-જીવને કહે છે કે આ દેહ લેહી, માંસ, હાડ, ચામડી, મજજા, વીર્ય, આંતરડા, કફ, મળ, મૂત્રાદિ અશુચિથી ભરેલો છે અને તે અશુચિને બહાર વહેવરાવ્યા-કાલ્યા જ કરે છે. તેવા અપવિત્ર દેહ ઉપર મેહ કે મમત્વ કરશો નહિ. સાતમી આશ્રવભાવના જીવને સમજાવે છે કે મન, વચન અને શરીરની શુભાશુભ પ્રવૃત્તિથી શુભાશુભ કર્મ આવ્યા કરે છે તે આશ્રવ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, વિષ, મનાદિ ત્રણ યોગ, આર્ત અને રદ્રધ્યાન–એ અશુભ આશ્રવ આવવાનાં કારણે છે. મૈત્રી, પ્રમેદાદિ ભાવનાથી વાસિત મન ને શરીરની ધાર્મિક વ્યાપારમાં પ્રવૃત્તિ અને વચનની શાસ્ત્રા