________________
( ૩૩૪) વેચવાનું બની શક્ત જ નહીં. સ્ત્રીઓ અને બાળકે પણ સમજી શકે એવી સાદી ભાષામાં લેખ લખાયેલા છે. નાના નાના નિબંધમાં, સવાલ જવાબમાં, સંવાદોમાં, ટૂંકા ટૂંકા બોધવચનમાં ધાર્મિક કે સાંસારિક જીવન કેમ ગાળી શકાય તેને માટે મહારાજશ્રીએ અમૂલ્ય લેખ લખ્યા હતા, એ લેખો ક્ષણિક વાંચન માટે નહતા. તેની ઉપયોગિતા અમર છે. જ્યારે જ્યારે પણ તે વાંચવામાં આવે ત્યારે ત્યારે તે વાંચન કિંમતી છે. જે હેતુથી ઉક્ત લેખેને ચિરંજીવ રાખવા પ્રયાસ થયા છે તે હેતુઓ પુસ્તકના વિશેષ પ્રચારથી જ થાય એ નિઃશંક છે. એ પ્રચાર કરવાનું કાર્ય પણ સમિતિ ઉઠાવી લેશે એમ આશા રાખું છું.
ઊમિ. (માસિક) માર્ચ ૧૯૪૦, પ૪ ૯૫૯.
શ્રી સદગુણાનુરાગી કપૂરવિજયજી લેખસંગ્રહ, પ્રકાશક-મંત્રી, કપૂરવિજયજી સમિતિ, ગોપાળ ભુવન, પ્રિન્સેસ
સ્ટ્રીટ, મુંબઈ નં. ૨ ૩૨૦ પાનાંનાં આ લેખસંગ્રહની કિંમત માત્ર પાંચ જ આના a - તે પડતર કિંમત કરતાં અધ કરતાં યે ઓછી છે. લેખમાં આધુનિક
નવા અહી રાષ્ટ્રીય વિચારે પણ ઝીલાયા છે. સદ્દગત મુનિશ્રી કરવિજયજી સ૬ગુણપ્રેમી હતા, તેમના સદ્દગુણપ્રેરક લેખમાંથી ગરીબ વાચક પણ સદ્દગુણોને ઝીલે તે માટે કિંમત ઓછી રાખી છે.