________________
[ ૨૦ ]
શ્રી કÉરવિજયજી નિકટભવી જીવનાં લક્ષણ, ૧ આ સંસારરૂપ કારાગૃહમાં થતા અનેક પ્રકારના કર્મબંધનથી જેનું મન ઉદ્વિગ્ન બન્યું છે, વિરક્ત–વૈરાગ્યવાસિત થયું છે, અર્થાત્ આ સંસારના બંધનથી હું શી રીતે છૂટીશ? એવી આત્મવિચારણા અહોનિશ કરતો રહે છે તે નિકટભવી જીવ જાણવો.
૨ જે જીવ થોડા જ વખતમાં જન્મમરણાદિક અનંતા દુઃખને અંત કરીને મોક્ષગતિરૂપ પરમાનંદ ધામ પામવાને હોય તે વિષયસુખમાં રાચે નહીં અને આત્મસાધનમાં આત્માની સર્વ શક્તિનો ઉપગ કરવાનું ચૂકે નહીં.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨૫] આત્મહિત સાધવામાં ઉપેક્ષા કરવાથી થતે અનર્થ. * ૧ પ્રાસ ધર્મ સામગ્રીનો વિવેકથી લાભ નહીં લેનારને ફરી તેવી સામગ્રી મળવી જ મુશ્કેલ છે.
૨ જે પામેલી સામગ્રીને લાભ લેતા નથી અને તે ભવાન્તરમાં મળવાની પ્રાર્થના કરતા રહે છે તેવી પોકળ પ્રાર્થના શી રીતે ફળશે? જન્માન્તરમાં તેવી ધમસામગ્રી શી રીતે સાંપડશે ?
૩ જૈનધર્મને સાક્ષાત્ પામ્યા છતાં વિષયકષાયાદિક પ્રમાદવશવતી પણાથી જે તેનો અનાદર કરે છે તેને તે જન્માન્તરમાં પ્રાપ્ત થઈ શકતું નથી. પ્રાપ્ત ધમસામગ્રીને યથાશક્તિ લાભ લેનાર પ્રાણુઓને પરભવમાં પણ તે સુખ પ્રાપ્ત થઈ શકે છે.