Book Title: Lekh Sangraha Part 03
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 326
________________ લેખ સંગ્રહ : ૩ : [ ૨૯૫ ] ૧૧૦. વિશુદ્ધ ધ્યાનના રાધ કરનારા કામ અને અ બન્ને નિત્ય વૈરી અને મહાક્રૂર છે. તે બન્નેના સમસ્ત રીતે ત્યાગ કરનારા સાધુજનાને પરમ સુખ પ્રગટે છે. ૧૧૧. કામ-વિકારના તાપ સહન કરી લેવા સારા, પરંતુ શીલનું ખંડન કરવુ સારું નથી; કેમકે શીલનું ખંડન કરનારાઓને નિશ્ચે નરકમાં જ પટકાવું પડે છે. ૧૧૨. કામ–વિકારના દાહ સહજ વાતમાં શમી જતા નથી. વળી કામિવકારને વશ પડી તેનુ સેવન કરવાથી મહાપાપ અંધાય છે અને તેને પરિણામે નરકમાં પડવું પડે છે. ૧૧૩. અતિ આકરા કામિવકારવડે તે અલ્પ વખત સુધી વેદના સહન કરવી પડે છે, પરંતુ શીલનું ખંડન કરવાથી તે કરાડા ભવ સુધી વેદના સહેવી પડે છે. ૧૧૪, મંત્રપઢાવડે વિષના નિવારણની પેઠે જ્ઞાન–ઉપચાગના સામર્થ્ય વડે, ગમે તેટલા આકરા કામ–અગ્નિ પણ અવશ્ય ઉપશાંત થવા પામે છે. ૧૧૫. કામભાગથી વિરમવું એ તેની શાંતિ–શમન માટે સરસ ઉપાય છે, બાકી તેનુ સેવન કરવાથી તેા તૃષ્ણા ઘણી વધી પડે છે ને શાંતિ વળતી જ નથી. ૧૧૬–૧૧૭. ઉપવાસ, ઊણેાદરી, રસત્યાગ, સ્નાનાદિવડે શરીર શાભાના ત્યાગ અને તાંખ઼લ પ્રમુખ કામેાદ્દીપક પદાથે સેવવાના ત્યાગ તથા કામભાગ સેવવાની અનિચ્છા-કામનિગ્રહસંયમ તથા પૂર્વે મેાકળીવૃત્તિથી સેવેલા કામભાગનું વિસ્મરણ કરવું એ સઘળા કામભાગરૂપી મહાશત્રુને છતી સ્વવશ કરવાના શાસ્ત્રોક્ત ઉપાચા છે.

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368