________________
[ ૧૩૦ ]
શ્રી કપૂરવિજયજી તે દુર્ગતિના માર્ગે દોરી જાય માટે એવા સાધુઓથી વેગળા રહેવું અને ગીતાર્થ પુરુષને સકળ ઉપદેશ સુખકારી થાય છે માટે એમના સંસર્ગમાં રહેવું. ”
૪૪-૪૫. “ગીતાર્થના વચનથી તરત મરણ નીપજાવે એવું હળાહળ ઝેર સર્વથા શંકા વગર પી જવું અથવા ઝેરની ગોળી ખાઈ જવી (સારી કહી છે;) કેમકે ખરી રીતે તે વિષ નહીં, પણ નિચે તે વિશ્વ વગરનું અમૃત–રસાયણ જ હોય છે, કારણ કે તે વિષ ખાનારને મારતું નથી અને કદાચ તેથી મરણ નીપજે તે પણ વાસ્તવિક તે અમૃત જેવું જ જાણવું.” અહીં ગીતાર્થ અને સંવેગી એવા ધર્માચાર્ય જ લેવા કે જે સમગ્ર જ્ઞાનક્રિયાથી ગીતાર્થ અને સંવેગયુક્ત જ હોય. એથી વિપરીત અગીતાર્થની હકીકત જણાવે છે –
૪૬. “અગીતાર્થના વચને અમૃત પણ ન પીવું, કેમકે અગીતાર્થ પોતે દોષિત હોવાથી તે અમૃત જેવું ફળદાયક ન જ હોય.”
૪૭. “ખરી રીતે તે તે અમૃત નહીં પણ નિચે હળાહળ ઝેર જ હોય છે, કેમકે તે વડે અજરામર થવાતું નથી પણ તત્કાળ મરણ નીપજે છે.”
૪૮. “અગીતાર્થ અને કુશીલ તથા પાસસ્થાદિકને સંગ મન, વચન અને કાયાવડે વજે. રસ્તામાં ચોરની પેઠે એ બધા મોક્ષમાર્ગમાં વિઘકારક જાણવા.”
૪૯. “ પ્રજ્વલિત ધગધગતા અગ્નિને દેખી, નિ:શંકપણે તેમાં પેસી પિતાની જાતને ભલે બાળી નાંખવી, પણ કુશીલ