________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૩૧ ] અગીતાર્થને સંગ ન જ કરે, એટલું જ નહીં પણ તેના આશ્રિત સાધુને પણ સંગ ન કરો.”
૫૦ હે ગતમ! તમારી જેવાને આમ કરવું અયુક્ત છે” એમ સ્વઆચાર્યાદિકે પ્રેરણાદિ કર્યા છતાં શિષ્ય જેમાં રાગ, ઠેષ અને ક્રોધ કષાયના ધખારાવડે અગ્નિની પેઠે ધગધગાયમાન રહે, ને છેવટે લેશ માત્ર પસ્તાવો ન કરે તે ગ૭ ન કહેવાય. ત્યારે ખર વાસ્તવિક ગ૭ કેવા લક્ષણવાળે હોય તે કહે છે –
૫૧ “મહાપ્રભાવશાળી સાધુસમુદાયરૂપ ગચ્છમાં વાસ કરનાર મુનિઓને વિશાળ કર્મનિર્જરા અથવા સર્વ કર્મક્ષયરૂપ મોક્ષ પણ થાય છે, તથા તેવા ગચ્છમાં વસતાં સારણા, વારણ અને ચેયણાદિક જાગૃતિવડે દેષની પ્રાપ્તિ થતી નથી.”
પર. “સર્વ સાધુઓ પિતાના આચાર્યના આશય પ્રમાણે ચાલનારા, સુવિનીત, ગમે તેવા પરિષહાથી અડગ રહેલા વા. સ્વામી જેવા ધીર, નિરભિમાની, સંતોષશાળી, રસગારવાદિ રહિત, અને વિરુદ્ધ કથાકથનરૂપ વિકથાથી દૂર રહેનારા હોય છે. ” વળી
૫૩. “ગજસુકુમાળની જેવા ક્ષમાવત, શાલિભદ્રાદિની જેવા જીતેન્દ્રિય, સ્થૂલભદ્ર મુનિ જેવા બ્રહ્મચારી, જંબુસ્વામી જેવા સંતોષી અને અયમત્તાકુમારના કાળે થયેલા ઉદાયી પ્રમુખ જેવા સંવેગી ( વૈરાગ્યભીના ) તથા ઈછા-મિચ્છાદિક દશવિધ સામાચારી, આવશ્યક કરણ અને સંયમયેગનું સેવન કરવા સાવધાન રહે છે.”
૫૪. “ખર (આકરી), પરુષ (કઠોર) ને કર્કશ (કરવત જેવી અસહ્ય) એવી અનિષ્ટ, દુષ્ટ ને નિર્દય વાણુ વડે કરાતી