________________
[ ર૬૨ ]
શ્રી કષ્પવિજયજી છે ને સુખશાન્તિ મળે છે, તેમ આ સંસારચક્રમાં અનંતકાળ થયાં પરિભ્રમણ કરતાં અનંતા જન્મ, જરા, મરણનાં દુઃખ દરેક આત્માને સહેવા પડે છે અને જ્યાં સુધી તેને પાર ન આવે ત્યાં સુધી અનેક પ્રકારની આધિ, વ્યાધિ ને ઉપાધિઓ પામતે પોતે ઠરીને ઠામ બેસી શકતો નથી. માનવભવાદિ દુર્લભ સામગ્રી પામી તેને જ્યારે ખૂબ સાવધાનતાપૂર્વક ધર્મસાધન કરવામાં ઉપયોગ કરે છે ત્યારે અનુક્રમે સર્વ દુઃખને અંત કરીને ભવ્યાત્મા મેક્ષને પ્રાપ્ત થાય છે.
[જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. પર.]
કલ્યાણાર્થી જીવના હિતાર્થે. (૧) પ્રથમ તો પ્રાચીન સમયની બાળકના જેવી નિર્દોષ પવિત્રતા પ્રાપ્ત કરવી જોઈએ અને મન ને હૃદયમાંથી વિષયવાસના, કામભાવના તથા સર્વ પ્રકારના અશુભ વિચારોને સર્વથા દૂર કરવા જોઈએ.
(૨) જે જે કર્મ આપણે અનુભવી રહ્યા છીએ તે તે આપણે જાતે જ પેદા કરેલા છે. આપણા જીવનસૂર્ય ઉપર જે નાનું સરખું પણ વાદળ આવે છે તેના જન્મદાતા આપણે પોતે જ છીએ એ ભૂલવું ન જોઈએ.
(૩) બધા રેગ-શોકનું કારણ આપણા પિતામાં જ છે. નબળા-હલકા વિચારે, લાગણીઓ અને કાર્યોએ એ સઘળા રોગ-શોકને જન્મ આપેલ છે–પેદા કરેલ છે.
(૪) એ બધાને રામબાણ ઉપાય સમાન ભાવના