________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૩૭ ] વિકથાથી દૂર રહેનારા અને ગુરુની આજ્ઞાને ભંગ વગેરે અન્યાયને તજી ગોચરભૂમિ અર્થે વિચરે-જ્ઞાનાદિ સત્ પ્રોજને જ ભ્રમણ કરે, અથવા ધારેલા તથાવિધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ અભિગ્રહને માટે ફરે, વિવિધ પ્રકારના અભિગ્રહ અને દુષ્કર પ્રાયશ્ચિત્ત-તપ પ્રમુખ કરતાં મુનિજનોને દેખી દેવેન્દ્રોને પણ આશ્ચર્ય થાય એવા દુષ્કરકારી સાધુઓ જેમાં હોય તે ગ૭ પ્રમાણ જાણવો.”
હવે જીવરક્ષાદિક દ્વારવડે ગચ્છ-સ્વરૂપ કહે છે –
૭૫. “વિવિધ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રાસ જીને મનથી પણ પીડા કરવામાં આવે નહીં–સર્વ જીવોને સ્વઆત્મા સમાન ગણવામાં આવે તેવા સાધુસમુદાયને ગ૭ લેખો.”
૭૬ “ખજૂરીની કે મુંજની સાવરણુવતી જે સાધુ ઉપાશ્રયને સાફ કરે–પ્રમાજે તેને જીવો પ્રત્યે અનુકંપ નથી, એમ હે ગતમ! તું બરાબર સમજ.”
૭૭. “જે ગ૭માં ગ્રીષ્માદિક ઋતુઓ મળે તૃષાથી ગમે તેટલા પીડા પામેલા મુનિઓ પ્રાણુને પણ એક બિંદુમાત્ર તળાવ, કૂવા, વાવ કે નદી પ્રમુખનું સચિત્ત જળ ક્ષુલ્લક સાધુની પેઠે ગ્રહણ કરતા નથી, તે ગચ્છને સત્ય-પ્રમાણ જાણો.”
૭૮. “જે ગ૭માં સાધુઓ અપવાદ પ્રસંગે પણ શુદ્ધ-પ્રાસુક (નિર્જીવ) જળ સદા શાસ્ત્રોકત વિધિવડે ડહાપણથી ગ્રહણ કરવા ઈચ્છે છે તે ગચ્છ સત્ય-પ્રમાણુ જાણવો.”
૭૯. “જે ગચ્છમાં શળ, વિશુચિકા કે બીજા અનેક પ્રકારના