Book Title: Lekh Sangraha Part 03
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 341
________________ [ ૩૧૦ ] શ્રી કરવિજયજી - ૨૨૮. આત્માને બરાબર નિયમમાં રાખી, વિષયસુખથી શીધ્ર વિરક્ત થઈને રહેનારા જ્ઞાનાભ્યાસમાં રક્ત એવા સુજ્ઞ સાધુ સહેજે સ્વહિત સાધી શકે છે. ૨૨૯ જેમ જેમ મમતારૂપ તરુનાં બંધને સાવધાનપણે ત્યાગ કરવામાં આવે છે તેમ તેમ કર્મ છૂટતાં જાય છે અને કર્મને ઉછેદ થતો જાય છે તેમ તેમ મોક્ષપદ નજદીક આવતું જાય છે. - ૨૩૦. જેને પરિત્યાગ કરીને જવું પડે તે વસ્તુ પિતાની શી રીતે હોઈ શકે ? એમ અંતરમાં વિચારી–સમજી વિદ્વાન પુરુષ શરીર ઉપરની પણ મમતા તજે છે. - ૨૩૧. ખરેખર જેઓ પરિગ્રહ ભેગો કરવામાં રક્ત છે તેમને આત્મા પ્રિય નથી. ( કારણ કે આત્માનું તે અહિત કરે છે.) ૨૩૨. શરીરમાત્રની મૂચ્છ-મમતાથી પાપ-આરંભની વૃદ્ધિ થાય છે. તેવા અનિત્ય, ક્ષણભંગુર અને અશરણ શરીર વિષે વિવેકી–જ્ઞાનીએ મમતા તજવી ઘટે છે. ૨૩૩. શરીરમમતાથી રસવૃદ્ધિ થાય છે, રસવૃદ્ધિ થયે ધનસંચયની વાંછના થાય છે, ધનસંચયથી લોભ વધે છે ને લેભથકી સંસારચક્રમાં વધારે પરિભ્રમણ કરવું પડે છે. ર૩૪. મમતાથી લોભ પેદા થાય છે અને લેભથી રાગ પેદા થાય છે. રાગથી છેષ પેદા થાય છે અને દ્વેષથી દુઃખની પરંપરા ચાલ્યા કરે છે–દુખ વધ્યા જ કરે છે. ૨૩૫. નિર્મમત્વ એ પરમ તત્વ છે, નિર્મમત્વ એ પરમ સુખરૂપ છે અને નિર્મમત્વ એ મોક્ષનું પરમ બીજ (ઉપાદાન કારણ ) છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે.

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368