________________
( ૩૩૫ )
વીર ગર્જના. ( સાપ્તાહિક ) પૂના, તા. ૧-૩-૪૦
સુનિરાજ શ્રી કપૂરવિજયજી લેખ સગ્રહ ભા. ૧ અને ૨
મુંબઇની શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિએ સદ્ગુણાનુરાગી સન્મિત્ર મુનિરાજ શ્રી કપૂરવિજયજી મહારાજ સાહેબના લેખાને સગ્રહ એ ભાગમાં પ્રસિદ્ધ કર્યો છે. કિંમત ફક્ત પાંચ, પાંચ આના જ છે અને દરેક ભાગ સવ્વા ત્રણસેા પાનાના છે. સ્વાધ્યાય માટે લેખે! હુંમેશને માટે ઉપયેગી નીવડે એવા છે. શાંતમૂર્તિ સ્વવાસી કપૂરવિજયજી મહારાજ સાહેબની વિચારધારાની બાબતમાં અમે તે શુ' લખી શકીએ ?
સ્વર્ગીસ્થ મહારાજશ્રીએ જૈનસમાજની ધાર્મિક તેમજ સામાજિક ઉન્નત્તિ માટે જે પ્રયાસેા જીવતા જીવતા કર્યાં હતા તે જોતાં તેમના આ લેખા જેના વચ્ચે આવકારદાયક થઈ પડશે. તેમના જીવન પરથી જણાય છે કે તેઓ એકલા ધાર્મિક એધ કરી ખેસી રહેવામાં માનતા નહાતા, પણ સામાજિક રીત-રિવાજ જે ખાટા હેાય તે છેડાવવા માટે પણ આગ્રહી હતા. આ લેખાને ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એમ જુદા જુદા વર્ગોમાં વહેંચી નાખવામાં આવ્યા છે. પરચુરણ લેખામાં શુદ્ધ બ્રહ્મચર્યના લાભ અને પૈસા વિના શ્રીમંત ક્રમ થવાય અને એવા બીજા વિષય સમજાવવામાં આવ્યા છે.
આ પુસ્તકની કિંમત ૫ આના, કપડાંનાં પૂઢાવાળા પુસ્તકની
૬ આના, નીચલે ઠેકાણેથી મળશે.
શ્રી. નરોત્તમદાસ ભગવાનદાસ શાહુ મંત્રી, શ્રી કરવિજયજી સ્મારક સમિતિ, ગેાપાળ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુ ંબઈ ન. ૨