Book Title: Lekh Sangraha Part 03
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 350
________________ લેખ સંગ્રહ : ૩ : [ ૩૧૯ ] અહંકારને ટાળવો. ર૬. ખરેખર અહંકાર લોકોના વિનાશ માટે થાય છે પણ વૃદ્ધિ માટે થતું નથી. જેમ વિનાશકાળે–બુઝાવા વખતે દીપકની શિખા ઉજજવળ-ઉન્નત થયા પછી તરતમાં દીપક બુઝાઈ જાય છે તેમ. ૨૭. નીચી–હલકી પેનિઓ મધ્યે લાંબા વખત સુધી અનેક વાર પરિભ્રમણ કરીને એક વાર ઉચગાત્ર પામે છતે કેણ સમજુ અહંકાર કરે ? ૨૯૮. રાગ અને દ્વેષ એ બને મોક્ષમાર્ગના લૂંટારા–મહાશત્રુ જેવા છે, કેમકે તે બન્ને જ્ઞાન, ધ્યાન અને તારૂપી ચિરસચિત અમૂલ્ય રત્ન હરી જાય છે. ૨૯. સમ્યકત્વ ધર્મની પ્રાપ્તિ સુદુર્લભ છે, ચિરકાળ સુધી ચોરાશી લાખ જીવાનિવડે વ્યાપ્ત એવા સંસારમાં ભમતાં ભમતાં જીવને જિનશાસનમાં સુદુર્લભ સમક્તિ લાભે છે. ૩૦૦. સંસારનો ઉચછેદ કરનાર એવા તે સમ્યકત્વને પામી બુદ્ધિશાળી ભવ્ય આત્માએ એક નિમેષમાત્ર પણ પ્રમાદ (આત્મસાધનમાં આળસ) કરવો ઉચિત નથી. ૩૦૧. તેમ છતાં વિષયસુખના લાલચુ જે મૂઢજનો પ્રસાદ કરે છે તેમને નરક ને તિર્યંચના ભવોમાં ઘણું લાંબા વખત સુધી ઉપજવું અને મરવું પડે છે. ૩૦૨. જેને પિતાને આત્મા કે મનઈન્દ્રિયાદિક વશ નથી તેને બીજા જ વશ ક્યાંથી થાય? બાકી આત્મસંયમી શાન્ત આત્માને તો ત્રિભુવન પણ વશવતી બને છે.

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368