________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૧૮૯ ] પછી પ્રભુ પ૩૬ મુનિઓ સાથે દેઢ માસનું પાપગમન અનશન કરી અષાઢ શુદિ અષ્ટમીના દિવસે શૈલેશીકરણમાં આરૂઢ થઈ સંધ્યા સમયે નિર્વાણ પામ્યા.
શાંબપ્રદ્યુમ્નાદિક કૃષ્ણના પુત્ર, કૃષ્ણની આઠ પટ્ટરાણીઓ, ભગવંતના ભાઈ પ્રમુખ બીજા ઘણા સાધુઓ તથા રાજીમતી પ્રમુખ સાધ્વીઓ પણ પરમપદ-એક્ષપદને પામ્યા. | શ્રી નમિનાથના નિર્વાણથી પાંચ લાખ વર્ષો વ્યતીત થયા ત્યારે બાવીશમા શ્રી નેમિનાથ પ્રભુનું નિવણ થયું. | શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ચોર્યાશી હજાર વર્ષો વીત્યા બાદ વશમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણુ થયું.
જે વખતે શ્રી નેમિપ્રભુ નિર્વાણ પામ્યા ત્યારે પ્રબળ વૈરાગ્યને દીક્ષા ગ્રહણ કરી પૃથ્વીતળને પાવન કરતાં પાંચે પાંડે અનુક્રમે હસ્તીક૯પપુર( પ્રાય: હાથસણું)માં પધાર્યા હતા. આ સ્થાનથી ગિરનાર ગિરિ બારયેાજન થાય છે, જેથી “પ્રભાતકાળે શ્રી નેમિપ્રભુને વંદન કર્યા પછી આપણે માસિક તપનું પારણું કરશું” એમ પરસ્પર પ્રીતિથી વદતા હતા એવામાં લેકના મુખથી નેમિપ્રભુનું નિર્વાણ સાંભળી તે પાંચે પાંડે અત્યંત શકાતુર થયા છતાં મહારાગ્ય દશાને પામી શ્રી વિમળાચળે પધાર્યા અને ત્યાં એક માસના અનશનપૂર્વક કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા અને દ્રૌપદી દીક્ષા લઈ બ્રહ્મદેવલેકે ગઈ.
[ જે. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૨૪૦. ]