Book Title: Karmstav Dwitiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Shahibaug Girdharnagar Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 15
________________ UTLE પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વર મહારાજા વિરચિત કર્મસ્તવનું વિવેચન | પરમાત્મકૃપા તથા પૂ. ગુરુદેવોની આશિષથી અભ્યાસુગણ સામે મૂકાઈ રહ્યું છે ત્યારે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે અનેક પૂજ્યશ્રી સહાયક બન્યા છે. એ ઉપકારીઓનાં ઉપકારોનું Sિ 4િ સ્મરણ કેમ વિસરાય? - ઓ ઉપકારી ! સમરું ઉપકાર ! કરું ચરણે નમન હજાર ! * દિવ્યાશિષ દાતા યુગમહર્ષિ દાદા ગુરુદેવશ્રી ભદ્રસૂરિશ્વરજી મહારાજા... * સંચમના સોનેરી સ્વાંગ પહેરાવનારા પૂ. ગુરુદેવશ્રી ૩ૐકારસૂરિ મહારાજા... * અપ્રમત્તયોગી... પરમનિઃસ્પૃહી પૂ. શ્રી અરવિંદસૂરિ મહારાજા... * અધ્યાત્મયોગી... ભક્તિયોગાચાર્ય પૂ. શ્રી યશોવિજયસૂરિ મહારાજા... * સંશોધન પ્રેમી સાહિત્ય રસિક પૂ. શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજા... + વાચના, વ્યાખ્યાન, અધ્યાપન, ગ્રંથલેખનાદિ અનેક કાર્યોની વચ્ચે પણ સંપૂર્ણ મેટરને સૂક્ષ્મદ્રષ્ટિથી તપાસીને ક્ષતિ રહિત કરનારા પરમોપકારી પૂ. અભયશેખરસૂરીશ્વરજી મ. આજીવન તપ-જપ-ભક્તિનાં ત્રિવેણી માં સ્નાન કરીને આત્માને પ્રભુમય બનાવી અમને સૌને પ્રભુપંથના રાહી બનાવનાર પરમોપકારી પૂ. પિતાજી મુનિરાજ શ્રી ચંદ્રયશવિજયજી મ. * લેખન કાર્યમાં-આર્થિક સહયોગાદિમાં તમામ જવાબદારી પોતાના શિરે લઈને આ કાર્યમાં સતત પ્રોત્સાહિત કરનારા બન્ધમુનિરાજ પંન્યાસ શ્રી ભાગ્યેશવિજયજી મ. સા. તથા મહાયશવિજયજી મ. સા.... * અનુપમઆરાધિકા પૂ. દાદીગુણીજી મનકશ્રી મ. સા. તથા વાત્સલ્યની ગંગોત્રી સમાં પૂ. ગુરુણીજી સુવર્ણાશ્રીજી મ. સા. તથા પૂ. ગુરુમાતા શ્રી રમ્યગુણાશ્રીજી મ. સા. સર્વે પૂજ્યોના પાવન ચરણમાં ભાવભીની વંદનાવલિ... મને ગ્રંથલેખનકાર્યમાં સતત સહાયક બનનાર સા.શ્રી હેમગુણાશ્રી, દિવ્યગુણાશ્રી, ભવ્યગુણાશ્રી, વિનયગુણાશ્રી, યશોધરાશ્રી, પરમરસાશ્રી, સૌમ્યગુણાશ્રી આદિ રમ્યરેણુ પરિવાર.. - અમદાવાદ વાવપથકની વાડીના ટ્રસ્ટીનો સહયોગ તથા આ પુસ્તકને પોતાનું માનીને જરાય કંટાળ્યા વિના હસતાં હૈયે ઘણીવાર ઘણી ક્ષતિને સુધારીને યુવરાજ ઝાલા અને રાકેશ ભાવસાર પાસે કોમ્યુટરમાં ચિત્રો તૈયાર કરાવીને આ પુસ્તકને સર્વાગીણ સૌંદર્ય આપનારા ભરત ગ્રાફિક્સને કેમ ભૂલાય? પુસ્તક લેખનમાં શ્રી વીતરાગદેવની આજ્ઞા વિરુદ્ધ લખાયુ હોય, તો મિચ્છામિદુક્કડમ, અજ્ઞતા અને છદ્મસ્થતાદિને કારણે રહી ગયેલી ક્ષતિઓને વિદ્વાન પૂજ્યોએ સુધારવી... એ વિજ્ઞપ્તિ સાથે વિરમું છું. કૃપાકાંક્ષી રમ્યરેણુ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 280