________________
આગમધરસૂરિ
૫૫
તપ, જપ કરતા હતા. વયેવૃદ્ધ હેવાથી વધુ જ્ઞાનની આશા ન હતી. છતાં ચગ્ય પ્રયત્ન કરતા અને સમિતિ ગુપ્તિ ધર્મોનું તેમજ દસ યતિધર્મનું સુંદર પાલન કરતા હતા. વિહાર કરતા પેટલાદ નગરે પધાર્યા.
જુદે જુદે સ્થળે અને જુદા જુદા ગુરૂદેવેની પાસે સંયમ ગ્રહણ કરનારા પિતા અને બે પુત્રો દૈવયોગે આજે સંયમ અવસ્થામાં પેટલાદ નગરે મળી ગયા. પૂર્વાવસ્થાના પુત્રોને સંયમની સુંદર આરાધના કરતા જોઈ પિતાના આત્માને ખૂબજ શાંતિ થઈ. એમણે મુનિપણું દીપાવવાના આશીર્વાદ આપ્યા.
કાળ કદી થંભતે નથી એ તે સતત અવિરત ગતિએ ચાલ્યા જાય છે. એમાં શું શું ક્યારે બનવાનું છે એ તે અનંતજ્ઞાની વિના કણ જાણી શકયું છે?
મુનિરાજ શ્રી જીવવિજયજી અચાનક દર્દીના સકંજામાં આવી ચડ્યા. સુગ્ય અને નિરવઘ ઔષધોપચાર ચાલુ કર્યા પણ..પણ..બે વર્ષના ટૂંકા દીક્ષા પર્યાયમાં અને ટૂંકી વ્યાધિમાં અષાઢ સુદ બીજના દિવસે એમને - તમે ગુપ્ત કે પ્રગટ સર્વવસ્તુ સર્વપ્રકારે દરેક ક્ષણે જાણે છે. આશ્ચર્ય છે કે-શુભ-સારામાં સંતેષ-હર્ષ નથી અને બીજાં-અશુભમાં અસંતોષશોક પણ નથી. અર્થાત ઔદાસીન્ય છે.