________________
૧૯
શ્રી સૂય પૂર (સુરત બંદર) થી લિ...શ્રી આગમેદ્વારકસંસ્થાના સબહુમાન પ્રણામ વાંચશે.
અત્ર શ્રી દેવગુરુધર્મના પસાયથી આનંદમંગળ પ્રવર્તે છે, આપ શ્રી સંઘના પણ તેમજ સમાચાર ચાહીએ છીએ.
વિ૦ વિનંતિપૂર્વક જણાવવાનું કે હમારા શ્રી સંઘના પરમ પુણ્યદયે ૫૦ પૂ૦ આરાધ્ય પાદ ગણધર-શ્રુતસ્થવિરગુફત આગમસિદ્ધાન્તાદિ અનેક અમુદ્રિતગ્રંથસંશોધક, શ્રી જૈનશાસનસામ્રાજ્યસંરક્ષણેકબદ્ધલક્ષ્ય, શ્રી તીર્થાધિરાજ સિદ્ધક્ષેત્રે શ્રી વર્ધમાન જિનાગમમંદિર સંસ્થાપક, આગમાદય-સમિતિ, દેવ લાવે પુફંડ ઈત્યાદિ અનેક સુધર્મસંસ્થા સંસ્થાપક, પ્રથમશિલત્કીર્ણતામ્રપત્રારૂઢ આગમ પ્રારંભક, વર્તમાન શ્રુતના જ્ઞાતા, આગમદિવાકર, આગમેદ્ધારક, પ્રાતઃ સ્મરણીય આચાર્ય દેવેશ શ્રીમદ્ આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ ની અપૂર્વ આગમ સાહિત્ય સેવા અને વીતરાગ પ્રવચન તીર્થભક્તિ જૈન-જૈનેતરમાં સુપ્રસિદ્ધ છે. જેમના અમૃતમય ઉપદેશસીંચનથી સકલ સંઘ નિરંતર પલવિત થતે જ જાય છે. શ્રી સંઘ ઉપર તે પૂજ્યશ્રીને નિરૂપમ ઉપકાર છે. તેઓશ્રીના ઉપદેશથી અને મારા ઉપરના ઉપકારની સ્મૃતિરૂપ શ્રી આગદ્વારક-સંસ્થા સ્થપાઈ છે. અને શ્રી સંઘના આર્થિક વિગેરે અનેક અણચિંતવ્યા સહકારથી ઘણું જ અપ સમયમાં એક ગગનચુંબી-ત્રણ માળવાળું જ્ઞાન, દર્શન, અને ચારિત્રના પ્રતિકરૂપે શ્રી વર્ધમાન-જૈન તામ્રપત્ર આગમમંદિર બાંધવામાં આવ્યું છે. જેમાં એક ભવ્ય ભૂમિગર્ભભાગ, વચમાં વિશાળ મૂળમંદિર અને તેની ઉપર એક માળ છે.
ભૂમિગર્ભ માં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની સહસ્ત્રફણાવાળી શ્યામ પ્રતિમાજી બીરાજમાન થશે. ત્યાં જ રંગમંડપમાં બે બાજુ સિદ્ધચક્રના મંડળે આરસપાષાણના બીરા