Book Title: Agamdharsuri
Author(s): Kshamasagar
Publisher: Jain Pustak Prakashak Samstha

View full book text
Previous | Next

Page 433
________________ સમુદાયને કદી પણ પુરી ન શકાય તેવી ભારે ખેટ પડી છે. આજની આ સભા પિતાની મુંગી દીલગીરી જાહેર કરે છે અને સ્વર્ગસ્થના આત્માને ચિરણાતિ ઈચ્છે છે. પરમ–પૂજ્ય–શાંત-દાંત-વૈરાગી-છકાય જીવના રક્ષક, પંચ મહાવ્રતના પાલણહાર, સત્તાવીશ ગુણે કરી બીરાજમાન પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ચંદ્રસાગરજી મહારાજ શ્રી તથા પૂ. પ૦ મહારાજ શ્રી ધર્મસાગરજી મહારાજ આદિ ઠાણુની સેવામાં, લિ૦... જીવતલાલ પરતાપસીના ૧૦૦૮ વાર વંદણું અવધારશેજી, ગિરિરાજની છત્ર છાયામાં હાઈ ડી ઘણી પણ શાંતિ રહી છે. અને આરાધના ચાલુ રહી છે. તે આપ જેવા ત્યાગીઓને પ્રભાવ છે. - આજ રેજે પૂત્ર આચાર્ય દેવ આનંદસાગરસૂરીશ્વરજીના સ્વર્ગવાસના ખબર સાંભળી દુઃખ થયું છે. આજના વખતમાં આગમના જાણકારની ખોટ આખા જૈન સમાજને પડી છે. જડવાદ તરફ ઘસડાતી સમાજને અને શાસનના ઉત્કૃષ્ટ કાર્યોને દોરવણી આપવાને તેઓશ્રીની ઘણી જ જરૂરત હતી. પણ કાળરાજા પાસે આપણો કઈ ઉપાય નથી. સમાજ માટે કમનસીબીની વાત છે કે આવા આચાર્યદેવની ખોટ પડી છે. જાહેર શોકસભા જૈન-શાસનના અજોડ-ગીતાર્થ, બહુશ્રુત-મહાપુરુષ, જૈનાચાર્ય મહારાજ શ્રી આનંદસાગરસુરીશ્વરજી મહારાજ કે જેઓશ્રી સમસ્ત જૈનઆગમશાના ઉદ્ધારક, અનેક સ્થળે આગમની વાચનાના દાતાર, શ્રી વર્ધમાન જૈન-આગમમંદિર-પાલીતાણું, તેમજ શ્રી તામ્રપત્રાગમ જૈન મંદિર સુરતના સંસ્થાપક, અને જૈન-જૈનેતર જગતમાં છ દર્શનના સમર્થ વિદ્વાન તરીકે સુપ્રસિદ્ધ હતા. તે પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ, શ્રી સુરત મુકામે વૈશાખ વદ ૫ને શનિવારની બપોરે ૪-૩૦ કલાકે પરમ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે.

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460