Book Title: Agamdharsuri
Author(s): Kshamasagar
Publisher: Jain Pustak Prakashak Samstha

View full book text
Previous | Next

Page 432
________________ જાહેર શોકસભા આથી જણાવવામાં આવે છે કે આપણા પરમપૂજ્ય આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રીમદ્ આનંદસાગરસૂરીશ્વરજી સુરત મુકામે કાળધર્મ પામ્યા છે તે નિમિત્તે શોક દર્શાવવા એક જાહેર સભા શ્રીયુત સંઘપતિ કેશવલાલ અમરચંદ નગરશેઠ ના પ્રમુખપણ નીચે શ્રી હેમચંદ્રાચાર્ય જૈનસભાના હાલમાં વૈશાખ વદી ૧૪ ને સોમવારે રાત્રીના આઠ વાગે મળશે. તે હાજર રહેવા સર્વે ભાઈઓને વિનંતિ કરવામાં આવે છે. પૂજ્યપાદ-આચાર્ય મહારાજશ્રી ૧૦૮ શ્રીમદુ માણિક્યસાગરસૂરીશ્વરજીની પવિત્ર સેવામાં શ્રી પાટણ હેમચંદ્રાચાર્ય જૈનસભાના આશ્રયે પાટણના સંઘપતિ શ્રીયુત કેશવલાલ અમરચંદ નગરશેઠના પ્રમુખપણ નીચે સભાના હેલમાં વિશાખ વદ ૧૪ ને સોમવારે રાત્રીના આઠ વાગે પરમપૂજ્ય આગમહારક આચાર્ય મહારાજ શ્રીમદ્ આનંદસાગરસુરીશ્વરજીના સુરત મુકામે થયેલા કાળધમ નિમિતે શોક દર્શાવવા પાટણના જૈનેની એક જાહેર સભા મળી હતી. સાક્ષરવર્ય શ્રીયુત ભોગીલાલ જયચંદ સાંડેસરા તથા શેઠ ભગીલાલ હાલાભાઈ એ કેટલુંક વિવેચન કર્યા બાદ નીચેને ઠરાવ સર્વાનુમતે પસાર કરી યોગ્ય સ્થળે મોકલી આપવાનું ઠરાવી સભા વિસર્જન થઈ હતી. ઠરાવ પૂજ્યપાદ આગમેદ્ધારક આચાર્ય મહારાજ શ્રીમદ્ આનંદસાગરસૂરીશ્વરજીના કાળધર્મ પામ્યાના સમાચાર પાટણના જૈન સમુદાયે ભારે દુખપૂર્વક સાંભળ્યા છે. તેમના જેવા એક જ્ઞાનવૃદ્ધ, અને વયોવૃદ્ધ આચાર્યના કાળધર્મથી સમસ્ત સાધુસમુદાયને તેમજ જૈન

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460