________________
પાંચની દીક્ષા, વનાભ આચાર્ય, વૈયાવચ્ચ કરતા બાહુ-સુબાહુની પ્રશંસા કરવાથી પીઠ–મહાપીઠને થએલી ઈર્ષા, વજનાભની વિંશતિસ્થાનક તપની આરાધના, તીર્થંકર નામકર્મનું નિકાયિત કરવું.
નાભિરાજાને ત્યાં મરૂદેવીમાતાની કક્ષામાં સર્વાર્થસિદ્ધવિમાનથી પ્રભુના છવનું ચવન, ચૌદ સ્વપ્ન, ૫૬ દિકકુમારીકાઓ દ્વારા જન્મમહોત્સવ સૌધર્મેન્દ્ર પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ જાય છે. પ્રભુને જન્માભિષેક. (આવશ્યકત્ર હારિભદ્રીયવૃત્તિ
(૪) ઈક્વાકુ વંશની સ્થાપના, પ્રભુના વંશની સ્થાપના અર્થે શેરડી લઇને દ્ધનું આગમન, ઈદે કરેલે પ્રભુને રાજ્યાભિષેક, યુગલિકે પ્રભુના ચરણમાં જલ રેડે છે.
પ્રભુઠારા ચાર કુલની સ્થાપના, પ્રભુદ્વારા કુંભકાર શિલ્પાદિ કળાઓની ઉત્પત્તિ, પ્રભુનું સાંવત્સરિક દાન તથા દીક્ષા, કચ્છ મહાકછ વિગેરેનું તાપસ થઈ જવું અને નમિ-વિનમિનું જેવું.
(૫) ઋષભદેવ પ્રભુ હસ્તિનાગપુરમાં ગોચરી અથે ફરી રહ્યા છે. શ્રેયાંસકુમાર ઈક્ષરથી પ્રભુને પારણું કરાવે છે. તક્ષશિલા નગરીની બહાર રાત્રિ નિર્ગમન કરે છે, સવાર થતાં પ્રભુ વિહાર કરી જાય છે.
ઉત્સાહથી ચતુરંગી સેના સાથે પ્રભુને વંદન કરવા આવેલા બાહુબલી પ્રભુને ન જોતાં ઉદાસ બને છે. આખરે ધૂળમાં પડેલાં પગલાંને વંદન કરે છે. પગલાંની આશાતના ન થાય તે માટે ધર્મચક્ર. નમિ-વિનમિ રક્ષા કરે છે.
(૬) મરૂદેવી માતા, ભરત રાજા.
પ્રયાગ (અલહાબાદમાં કેવલજ્ઞાન થયા બાદ સમવસરણમાં બીરાજમાન, શ્રી ઋષભદેવ પ્રભુ, સમવસરણ.