________________
આગમધરસૂરિ
૧૨૭
સુરત સંઘના અગ્રગણ્ય પુણ્યાત્માઓ અને ધર્માત્માએને બેલાગ્યા અને નાના હુતાશનની વાતે ચાલી, ચર્ચા વિચારણાઓ થઈ, સુરત સૂરિપદપ્રદાનના ઉત્સવને લાભ ગુમાવવા ઈચ્છતું ન હતું. એટલે સૌ પોતપોતાના મતભેદ ભૂલી ગયા. અને પૂજયશ્રીના પદવી પ્રદાન મહોત્સવમાં આનંદભેર જોડાઈ ગયા.
પદવીદાનના આઠ દિવસ અગાઉથી જિનમંદિરોમાં ઉત્સવને આરંભ થયે, રોજ પ્રાતઃકાળે કુમારીકાઓ ધવલમંગલ ગીત ગાતી બપોરે રાગરાગીણુઓ પૂર્વક પ્રભુમંદિરે પૂજા ભણાવાતી, રાત્રે ભાવનાઓ થતી, અને ચોકમાં નગરની શ્રદ્ધાવતી સુશ્રાવિકાઓ ગરબા ગાતી.
રથયાત્રા પદવીદાનના આગલા દિવસે રથયાત્રા-જળયાત્રા હતી. આ રથયાત્રા સુરતના જે રાજમાર્ગો ઉપરથી પસાર થવાની હતી. તે બધા માર્ગે ધજા, પતાકા, આસપાલવના તેરણે, કમાને વિગેરેથી સુશોભિત કરવામાં આવ્યા હતા. સ્થળે સ્થળે પટકારો-કમાને હરિફાઈ કરતી જણાતી હતી. એમાં કિનખાબની કમાને ખૂબ આકર્ષક જણાતી હતી.
મેટાઓને સંગ ઘણું પુણ્ય કર્મ વગર પ્રાપ્ત થતું નથી. આ વાત સર્વ સમ્મત છે. પણ આશ્ચર્ય છે કે તમારે સંગમ-મીલન કર્મની શ્રેણીને નાશ કરવાથી પ્રાપ્ત થનાર છે.