________________
આગમધરસૂરિ
આ સામૈયામાં એક વિશિષ્ટતા એ હતી કે સુરત શહેરના તમામ બેન્ડ, તમામ ટેલીઓ, તમામ શરણાઈ વાઘો આવ્યા હતા.
અનેક અલબેલા સાંબેલા સાથે સામૈયુ ચાલુ થયું. ધજા, તરણ, પતાકા, કમાને વિગેરેથી સુશોભિત રાજમાર્ગો ઉપરથી પસાર થતું સામૈયુ જિનમંદિરે આવ્યું. જિનમંદિરના દર્શન કરી એ ઉપાશ્રયે આવ્યું.
ઉપાશ્રયમાં મંગળ પ્રવચન થયું, મોરલીના મધુર સૂરે ફણધર ડેલે, તેમ સુરતીઓ મુનીશ્વરની સુમધુર દેશના– મોરલીના સૂરથી ડોલી ઊઠ્યા.
પ્રથમ દિવસની દિવ્યદેશના દ્વારા સુરતને શ્રી સંઘ પારખી ગયે કે આ મહાત્મા વર્તમાનકાળના સર્વોત્તમ અને સર્વોત્કૃષ્ટ મુનિરત્ન છે. અતીત શ્રતધરની મૂર્તિ આ મહાત્મા દ્વારા પલ્લવિત થાય છે. સુરતમાં ઝવેરી ઘણું એમણે શાસનના હીરાને એક જ દિવસમાં પારખી લીધે.
અજાણપણે જે ખાડા વિગેરેમાં પડ્યો હોય તેને દયાળુ માણસ બહાર કાઢે પણ જેને દયાનું જ્ઞાન નથી તે બીજાઓને-ખાડા વિગેરેમાં પડેલાને કેવી રીતે ઉદ્ધારે, હે જિન ! સંસારરૂપી સમુદ્રમાં જે મનુષ્ય અજાણ પણે પડેલા છે તેને, સંસારનું જેને જ્ઞાન નથી તેવા બીજા દેવો કેવી રીતે સંસાર સમુદ્રમાંથી કાઢે. આથી તેવા મનુષ્ય કેવી રીતે શિવ મેક્ષને પ્રાપ્ત કરે. અર્થાત સમ્યજ્ઞાની મોક્ષને પ્રાપ્ત કરી-કરાવી શકે.