________________
૨૫૪
આગમધરસૂરિ કર્યો હતો. મૌન એને ધ્યાન આ બેજ વિષયે પૂજ્યશ્રીના જીવનમાં રહ્યા. પૂજ્યશ્રીની આ અવસ્થા જેઈ જેનારને કાંઈ કાંઈ થઈ જતું, પરંતુ એઓશ્રીને કાંઈ લાગતું નહિ. એમના મુખ ઉપર તે આ પ્રસંગે ફક્ત સાધનાનું હાસ્ય ફરતું રહેતું હતું.
વૈશાખી પૂનમ ગઈ. કૃષ્ણ એકમ, બીજ, ત્રીજ અને ચોથ ગયા, પંચમી આવી પહોંચી. આ આત્મારામમાં રમી રહેલા મહાત્માની મને દશા શુક્લ શુક્લતર થતી ચાલી. ધ્યાનાગ્નિમાં કર્મો ભસ્મસાત થવા લાગ્યા,
પેલા એક શિષ્યને યાદ આવ્યું, મહારાજશ્રી કહેતા હતા કે પાંચમની છઠ્ઠ નથી થવાની, તે શું આજે જ મહારાજશ્રી નહિં જતા રહે ને બીજા મુનિઓને પણ એણે વાત કરી. બધા ચમક્યા, શું આજે જ પૂજ્યશ્રી વિદાય લઈ લેશે?
દીપક ઓલવાઈ જાય છે નવકારશીને સમય ગયે, પારસી અને સાર્ધ પિરસીને સમય પણ વ્યતીત થઈ ગયે, પુરિમઢને સમય જતો રહ્યો. પચ્ચખાણમાં ગમે તે સમય થાય પણ આ ધ્યાની મહાત્માએ ચતુવિધ આહારને સર્વથા ત્યાગ કર્યો હતે. તેથી પચ્ચખાણના સમયની એમને જરૂર ન હતી.
જેમ અંધકારને સમૂહ સૂર્યથી નાશ પામે છે તેમ હે જિનેશ્વર ભગવાન ! તમારા શાસનથી બીજા પ્રવાદો નાશ પામે છે.