________________
આગમધરસૂરિ
૬૩
SIC
પા ,
આ નરકેસરી દિવ્યપુરૂષ એકાકી જ હતા. એ વિચિત્ર કાળબળની બલિહારી હતી. સામૈયામાં મેટા મેટા પાઘ અને વાઘા પહેરીને મોટી કાયાવાળા મજબૂત શારીરિક બાવાવાળા મરુધર આગેવાન આવ્યા હતા.
સામૈયું ધીરે ધીરે વિજ્યવરો સાથે આગળ વધે છે. બીજી તરફ સામૈયામાં જ છાનું છાનું ધીરે ધીરે કલરવ ઉભુ થતું જાય છે. એકે ધીમે અવાજે બીજાના કાનમાં કહ્યું–આપણે આગેવાને ઠીક કોઈ સાધુને પકડી લાવ્યા છે. આ બીચારા પેલા મદમરત ધાડાઓ સામે શું કરશે ? એવી વાત આ સામૈયામાં ફરી વળી.
આ મહામુનિની કાયા દુબળી હતી, બાધ નીચે હતે. આ એક છૂપું રત્ન હતું. કેહીનુરની જેમ આમને બહારનૂર ન હતું. અંતરના નૂરને સામૈયાવાળા જોઇ શકયા ન હતા, મેલી કાયા, મેલા કપડા, અજાણ માનવીએ, અનુમાન કેવા બાંધે? આપણું શ્રીસંધનું નાક તે નહિ જાય ને? આવી શંકાઓ વહેતી થઈ હતી.
જિનેશ્વરરૂપી સૂર્યને ઉદય થએ છતે હું તીવ્ર અંધકારમાં અહિં કેમ ભણું છું ? ઘુવડને સૂર્યને પ્રકાશ અંધકારમય લાગે, તે શું ? હું ઘુવડ છું. અથવા અજ્ઞાનરૂપી વાદળના સમૂહવડે કરીને મારો જ દેષ છે. સૂર્ય તે પ્રકાશ આપે જ. પણ અજ્ઞાનરૂપી વાદળથી ઘેરાએલા એવા મને પ્રકાશ દેખાતું નથી.