________________
પર
આગમધરસૂરિ શિકાર ઉપર શિકારીઓ તૂટી પડે એમ એ લેકે તૂટી પડ્યા.
અપશબ્દનો મૂશળધાર મારો ચલાવ્યું. હેરાન પરેશાનીની કમીના ન રહેવા દીધી.
મગનભાઈના મનોરથ શાંતિવાદી યુદ્ધખોરને પણ જીતી શકે છે. એ નીતિદ્વારા સમતાના સાગરસમા શ્રી મગનભાઈએ બધું સહન કર્યું અને એગ્ય માર્ગ લીધે, એમના મનમંદિરમાં એક ગડમથલ ચાલી–શું સંસાર આવે છે ? કોઈ આત્મા આત્મકલ્યાણના માર્ગે જાય એમાં વિક્ષેપ ઉપર વિક્ષેપ નાખે જ જવા ? આ ધન, માલ, મિલકત અને સ્વજનોને આજ કરૂણ અંજામ ? અવસરે કઈ કેઈનું થવા તૈયાર નહિ, આવા કાજળશા કાળા કારાગારમાં રહી મારે ક્યાં સુધી સડવાનું ?
આવા ભાવોના જોરે વ્યવહારના કાર્યો સત્વરે આટોપી લીધા એ પછી સિદ્ધગિરિરાજની યાત્રાએ ઉપડી ગયા. દેવાધિદેવના દર્શન કરી ધન્ય બન્યા. ભગવંતની સ્તુતિ કરતાં વિનતિ કરવા લાગ્યા.
હે ભવ્યજી ! જે તમે પોતાના પ્રાપ્ય-પ્રાપ્ત કરવા યોગ્ય ગુણો વડે તમારા પિતાનું ભવથી-સંસાર સમુદ્રથી પાર ઉતારવાનું ઇચ્છતા હે તો પહેલેથી શુભ-લાભદાયી શ્રી જિનશાસનને આશ્રય કરે. કારણ કે- તેથી જ શ્રી જિનશાસનથી જ અસંગતા–સંગરહિત મેક્ષ અવસ્થા કહેલી છે.