Book Title: Updesh Ratnamala Granth Author(s): Kundakundsuri Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust View full book textPage 6
________________ શ્લોકો બનાવનાર ઘણા હોય છે. ગીતો બનાવનારા – કવિતા બનાવનારા – હરીગીત – સવૈયા –દુહા – ચોપાઇ આદિ ગુજરાતી અને અનુષ્ટુપ – ઇન્દ્રવજા – વસન્તતિલકા – માલિની – શિખરિણી – શાર્દૂલવિક્રિડીત – સ્રગ્ધરા આદિ બનાવનારા ઘણા હોય છે. પણ જે લક્ષણયુક્ત સારા ભાવવાળા અનુપ્રાસને મેળવનારા શ્લોકો જોઇ સાંભળીને જ પંડિતો માથુ ધુણાવે છે. કેટલાકબનાવનારાના પ્રાસમાં ઠેકાણા હોતા નથી. કેટલાકના લક્ષણના ઠેકાણા હોતા નથી. કેટલાકના ભાવ સારા હોતા નથી. આવા શ્લોકો બનાવનારા સારા શ્લોકો બનાવે એવું ઇચ્છી શકાય. કેટલાં શ્લોકમાં ભાવ સારા હોય છે પણ જોડકણા શ્લોક હોય છે. શ્ર્લોકો બનાવવા સહેલા નથી. વ્યાકરણાદિના જ્ઞાન સાથે મન, વચન, કાય એક બને ત્યારે જસારા શ્લોક બને છે. પૂજ્યપાદ આચાર્યશ્રી પદ્મજિનેશ્વરસૂરિજી મહારાજે પ્રાકૃત ભાષામાં ૨૬ શ્લોક સ્વરૂપ ઉપદેશ રત્નમાલા નામક ગ્રન્થ બનાવ્યો છે. જેમાં નીતિશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્ર - વૈરાગ આદિની વાતો આવે છે. એમની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે. તે ગ્રન્થના શ્લોકની સંસ્કૃત છાયા પંડિત પૌરિભાઇએ કરી છે અને ૨૭ સવૈયા છન્દ અર્થ સાથે કુન્દકુન્દસૂરિએ બનાવ્યા છે. જેના વાંચવાથી – વિચારવાથી મંથન કરવાથી અને જીવનમાં યથાશક્તિ ઉતારવાથી આત્મકલ્યાણનો માર્ગ પ્રગતિવાળો થશે એમાં જરાય શંકા નથી. જો વાંચનાર ભવ્ય અને સહૃદયી તથા પ્રયત્નવાન હશે તો. - ૫Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42