Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 30
________________ પછી તેના પિતા બીજા દોષો બતાવે, જ્યારે ફરી સુધારીને લાવે ત્યારે બીજા દોષો બતાવે. એકવખતે પુત્રે બીજા ચિત્રકારને ચિત્ર બતાવ્યું. ત્યારે તે ચિત્રકાર ખુશ થઈને કહે છે કે “તેં આચિત્ર ઘણું સારૂ બનાવ્યું છે. એટલે પુત્રે પોતાના પિતાને ચિત્ર બતાવવાનું બંધ કર્યું અને તેની પ્રગતિ પણ અટકી ગઈ. પિતાની ઈચ્છા એવી હતી કે સારામાં સારું બનાવે પણ વખાણ થયા એટલે પ્રગતિ અટકી ગઈ. પોતાનું ગૌરવસાચવવાને ઉપરના ત્રણનિયમો સાચવવા જોઈએ. (શ્લોક-૧૮) जंपिज्जइ पिअवयणं विणओ अदिज्जए दाणं। परगुण गहणं किज्जइ, अमूल भंतं वसीकरणं ॥१८॥ સંસ્કૃત છાયા जल्प्येत प्रियवचनं क्रियेत विनयश्च दीयेत दानम् । परगुणग्रहणं क्रियेत, अमूलमन्त्रं वशीकरणम् ॥ १८ ॥ સવૈયા છન્દ પ્રિય બોલવું સહુ કોઈ સાથે વડિલજનોનો કરવો વિનય, દાન આપવું શક્તિ પ્રમાણે ને કર્મોનો કરવો વિલય, બીજાના ગુણ મેળવવામાં ફરતા રહેવું સદાકુવલય, મંત્ર ચાર છે વશીકરણના જેથી થાતો આત્મઉદય ૧૮. - ૦ N - . . -

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42