Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 10
________________ સવૈયા છન્દ જીવદયામાં રમવું એટલે, કરવું જીવદયા પાલન, રાખી પાંચે ઈન્દ્રિય વશમાં સુભાવે ભજવે જિનશાસન, પરહિતકારીસત્ય બોલવું બકબકના કરવું દિનરાત, સાર ધર્મનો જાણી જીવે કર્મ તોડવા કરવી વાતા. ૨૫ અર્થ-હેભાગ્યશાળી જીવો, તમારે જો રોગ વગરનું શરીર જોઈતું હોય, ઉચ્ચકુળમાં જન્મેલેવો હોય, ખૂબ તંદુરસ્ત અને શક્તિશાળી શરીર જોઈતું હોય, જે તમારે પ્રતિષ્ઠા જોઈતી હોય, જો તમારી પ્રશંસા ઈચ્છતા હો, બહુ જાડું કે પાતળું શરીર ન જોઈતું હોય, બહુ ઉચુ કે નીચું ઠીંગણું) શરીર ન જોઈતું હોય, અને ગોરું શરીર જોઈતું હોય, તેમજ શાતા જોઈતી હોય તો જીવદયાનું અવશ્ય પાલન કરો. જીવદયા પાળવા માટે જીવોના ભેદોનું જ્ઞાન મેળવો. તેમજ એકેક ઈન્દ્રિયને વશ પડેલો જીવ પણ કાળાંતરે મરણને વશ થાય છે, અથવા દુઃખી થાય છે. શેજિયને વશ થયેલ હાથી બંધનમાં આવી જાય છે. રસનેન્દ્રિયને વશ માછલા આદિ મરણ પામે છે. પ્રાણેજિયને વશ થયેલ ભમરો સાંજના કમળમાં બિડાઈ જાય છે. ચક્ષુરિયને વશ થયેલ પતંગિયું અગ્નિની ચારે બાજુ ફરતું અગ્નિમાં પડતાં આખરે મરણને શરણ થાય છે. અને શ્રોત્રેન્દ્રિયને વશ સાપ-હરણ આદિબંધનમાં આવી જાય છે. માટે ( ૯ )

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42