Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 16
________________ સવૈયા છન્દ દુઃખો પરને લાગે એવા, વચનો ત્યાગ કરી જીવાય, આળનદેવું કોઈ જીવને, આળ થકીજન દુઃખી થાય, ના કરવો આક્રોશ કોઈપર, આક્રોશથી હાનિ બહુ થાય, સજ્જનનાઆ કઠિનરાહને, પાળે ભવનો પાર પમાયાદી અર્થ-બીજાને દુઃખ લગાડવું એ પણ એક જાતની હિંસા છે મન વચન કાયાથી દુઃખન થાય તેમ વર્તવું. તેમજ કોઈના પર આળન ચડાવવું. કોઈએ કંઈ ખરાબ કામ ન કર્યું હોય છતાં એના ઉપર ઢોળવું એના પર આરોપ લગાડવો તે આળ છે. અત્યારે આપણે કોઈના ઉપર આળ ચડાવીએ તો ભવિષ્યમાં આપણા ઉપર કોઈ આળ ચડાવે. “સાત લાખ પૃથ્વીકાયસૂત્રમાં બારમે અભ્યાખાન' જે આવે છે એનો અર્થ આળ થાય. વળી કોઈના ઉપર આક્રોશ ન કરવો, ગુસ્સામાં આવીને ગાળનદેવી.ગાળ સજજનો આપે કે દુર્જન આપે? દુર્જનો આપે. જો સજજન આપે એવું હોય તો સામે બે ગાળ આપવાથી ડબલ દુર્જન બનાય માટે ગાળસહન કરવી. પણ સામે(ગાળ)ના આપવી. ખરેખરતો આપણને કોઈગાળ આપે એવી પરિસ્થિતિમાં જ આવવું નહિ. ( ૧૫)

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42