Book Title: Updesh Ratnamala Granth Author(s): Kundakundsuri Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust View full book textPage 5
________________ પહેલા આ વાંચો પછી ગ્રન્થ વાંચો...... જ્ઞાન એ આત્માનો મુખ્ય ગુણ છે, અને તે ચેતન છે. પુસ્તકમાં જે લીપીરૂપ લખાણ હોય છે એ જ્ઞાન પ્રાપ્તિનું સાધન હોય છે એટલે એને ઔપચારિક જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન વગર જીવ અંધારામાં અથડાયા કરે છે, એટલે સમ્યજ્ઞાનની અતિ આવશ્યકતા હોય છે. જ્ઞાનની જેમ અમુક કડી ભેગી થાય એટલે ચૈત્યવંદન - સ્તવન - સજઝાય- છન્દ- સલોકો આદિ બને છે તેવી રીતે ઘણા શ્લોકો રચાયા પછી સમૂહગત થાય તે સ્તોત્ર કહેવાય છે અથવા ગ્રન્થ કહેવાય છે. આવાશ્લોકો રચનારા ઘણાં વિદ્વાનો હોય છે. જેને પ્રાકૃત ભાષાનો અનુભવ વધારે હોય તે પ્રાકૃત શ્લોકો બનાવે છે, જેને સંસ્કૃતનો બહોળો અનુભવ હોય તે સંસ્કૃત શ્લોકો બનાવે છે અને જેને ગુજરાતીનો મહાવરો વધારે હોય તે ગુજરાતી શ્લોકો બનાવે છે. કેટલાકને બધા શ્લોકો બનાવવાનો મહાવરો હોય છે. પણ આ શ્લોકોતે જ બનાવી શકે છે જેને વ્યાકરણ -સાહિત્ય-છબ્દશબ્દકોષ-ન્યાયશાસ્ત્ર આદિનું જ્ઞાન હોય છે. તેમજ સરસ્વતીનું જેને વરદાન હોય છે તે જ બનાવી શકે છે. કેટલાકષિ - સાધુવિદ્વાનો જંગલમાં શ્લોકબનાવી પાંદડા ઉપર લખતાં પત્ર=પાંદડું અત્યારે કાગળને પત્રકેહવાય છે તે પાંદડા ઉપરથી થયેલ છે. તે શ્લોકોમાંના કેટલાક વ્યલહારમાં આવતા અને કેટલાક જંગલનાં પુષ્પની જેમ ત્યાંને ત્યાં જ નષ્ટ થઈ જતા વળી જુદા-જુદા છન્દોમાં ( ૪ )Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42