Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રીપદ્મજિનેશ્વરસૂરિ વિરચિત
ઉપદેશરત્નમાલાગ્રન્થ
આ. કુકુન્દસૂરિ
Page #2
--------------------------------------------------------------------------
________________
(
ૐૐ શ્રી ધર્મનાથાય નમઃ
0.000609 શ્રીપદ્મજિનેશ્વરસૂરિવિરચિત
ઉપદેશરત્નમાલાગ્રન્થ
(ભાષા - પ્રાકૃત)
સવૈયા છન્દના રચયિતા સાર્થ
આ. કુન્દન્દસૂરિ
પ્રકાશક
શ્રી ધુરન્દરસૂરિ સમાદિ મન્દિર ટ્રસ્ટ
૧
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિસ્થાન
શ્રી ઘુરન્દરસૂરિ સમાદિ મન્દિર નારાયણનગર રોડ, શાન્તિવન બસસ્ટેન્ડ સામે, કૃપાસાગર સામે, અમદાવાદ-૭. ઈં. પૌરિક વી. શાહ – 9328393293
રાજેશભાઇ અશોકભાઈ શાહ સી-૧૬, ઋષિકા એપાર્ટમેન્ટસ, ગીરધરનગર, શાહીબાગ, અમદાવાદ-૪.
નવીનભાઇ હિંમતલાલ મહેતા
હઠઈભાઇની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ
પુસ્તક સંબંધિ સર્વહક્ક પ્રકાશકને સ્વાધિન
વીર નિર્વાણ ૨૫૪૧
વિ. સં.
પહેલી આવૃતિ નકલ
૨
-
૨૦૦૨
૫૦૦
મુદ્રક - ધરણેન્દ્ર એચ. કાપડિયા
અમદાવાદ - 9426413912
Page #4
--------------------------------------------------------------------------
________________
પુસ્તકની છપાઇના લાભાર્થી
મિરામ્બિકા સુમતિનાથ જૈન સંઘ શ્રી સીમન્વર સ્વામી જૈન સંઘ, ઘાટલોડીયા.
૨.
અમિતભાઇ મનુભાઇ શાહ હ. જિજ્ઞાસાબેન -ખેડા, હાલ અમદાવાદ.
સુરેન્દ્રભાઇ રમણીકલાલ શાહ - લીંબડી, હાલ અમદાવાદ.
સુરેન્દ્રભાઇ રમણીકલાલ શાહ ભંડારીયાવાળા - હાલ ઘાટકોપર, મુંબઇ.
રસિકલાલ મનસુખલાલ શાહ હ. જયેન્દ્રભાઇ -અક્ષયભાઇ - સૌરિનભાઇ દસાડાવાળા - હાલ અમદાવાદ,
પ્રવિણભાઇ આત્મારામ - અમદાવાદ.
રાજેન્દ્રભાઇ ચિમનલાલ શાહ હ. પ્રેમિલાબેન રાજેન્દ્રભાઇ – ખાનપુર, અમદાવાદ.
૯. શs
શાન્તાબેન પોપટલાલ શાહ
હ. અમિતભાઇ ઇન્દ્રવદનભાઇ ૧૦. સંદીપભાઇ બીપીનભાઇ ઝવેરી - અમદાવાદ.
(
૩
)
Page #5
--------------------------------------------------------------------------
________________
પહેલા આ વાંચો
પછી ગ્રન્થ વાંચો......
જ્ઞાન એ આત્માનો મુખ્ય ગુણ છે, અને તે ચેતન છે. પુસ્તકમાં જે લીપીરૂપ લખાણ હોય છે એ જ્ઞાન પ્રાપ્તિનું સાધન હોય છે એટલે એને ઔપચારિક જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન વગર જીવ અંધારામાં અથડાયા કરે છે, એટલે સમ્યજ્ઞાનની અતિ આવશ્યકતા હોય છે. જ્ઞાનની જેમ અમુક કડી ભેગી થાય એટલે ચૈત્યવંદન - સ્તવન - સજઝાય- છન્દ- સલોકો આદિ બને છે તેવી રીતે ઘણા શ્લોકો રચાયા પછી સમૂહગત થાય તે સ્તોત્ર કહેવાય છે અથવા ગ્રન્થ કહેવાય છે.
આવાશ્લોકો રચનારા ઘણાં વિદ્વાનો હોય છે. જેને પ્રાકૃત ભાષાનો અનુભવ વધારે હોય તે પ્રાકૃત શ્લોકો બનાવે છે, જેને સંસ્કૃતનો બહોળો અનુભવ હોય તે સંસ્કૃત શ્લોકો બનાવે છે અને જેને ગુજરાતીનો મહાવરો વધારે હોય તે ગુજરાતી શ્લોકો બનાવે છે. કેટલાકને બધા શ્લોકો બનાવવાનો મહાવરો હોય છે. પણ આ શ્લોકોતે જ બનાવી શકે છે જેને વ્યાકરણ -સાહિત્ય-છબ્દશબ્દકોષ-ન્યાયશાસ્ત્ર આદિનું જ્ઞાન હોય છે. તેમજ સરસ્વતીનું જેને વરદાન હોય છે તે જ બનાવી શકે છે. કેટલાકષિ - સાધુવિદ્વાનો જંગલમાં શ્લોકબનાવી પાંદડા ઉપર લખતાં પત્ર=પાંદડું અત્યારે કાગળને પત્રકેહવાય છે તે પાંદડા ઉપરથી થયેલ છે. તે શ્લોકોમાંના કેટલાક વ્યલહારમાં આવતા અને કેટલાક જંગલનાં પુષ્પની જેમ ત્યાંને ત્યાં જ નષ્ટ થઈ જતા વળી જુદા-જુદા છન્દોમાં
( ૪ )
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્લોકો બનાવનાર ઘણા હોય છે. ગીતો બનાવનારા – કવિતા બનાવનારા – હરીગીત – સવૈયા –દુહા – ચોપાઇ આદિ ગુજરાતી અને અનુષ્ટુપ – ઇન્દ્રવજા – વસન્તતિલકા – માલિની – શિખરિણી – શાર્દૂલવિક્રિડીત – સ્રગ્ધરા આદિ બનાવનારા ઘણા હોય છે. પણ જે લક્ષણયુક્ત સારા ભાવવાળા અનુપ્રાસને મેળવનારા શ્લોકો જોઇ સાંભળીને જ પંડિતો માથુ ધુણાવે છે. કેટલાકબનાવનારાના પ્રાસમાં ઠેકાણા હોતા નથી. કેટલાકના લક્ષણના ઠેકાણા હોતા નથી. કેટલાકના ભાવ સારા હોતા નથી. આવા શ્લોકો બનાવનારા સારા શ્લોકો બનાવે એવું ઇચ્છી શકાય. કેટલાં શ્લોકમાં ભાવ સારા હોય છે પણ જોડકણા શ્લોક હોય છે. શ્ર્લોકો બનાવવા સહેલા નથી. વ્યાકરણાદિના જ્ઞાન સાથે મન, વચન, કાય એક બને ત્યારે જસારા શ્લોક બને છે.
પૂજ્યપાદ આચાર્યશ્રી પદ્મજિનેશ્વરસૂરિજી મહારાજે પ્રાકૃત ભાષામાં ૨૬ શ્લોક સ્વરૂપ ઉપદેશ રત્નમાલા નામક ગ્રન્થ બનાવ્યો છે. જેમાં નીતિશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્ર - વૈરાગ આદિની વાતો આવે છે. એમની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે. તે ગ્રન્થના શ્લોકની સંસ્કૃત છાયા પંડિત પૌરિભાઇએ કરી છે અને ૨૭ સવૈયા છન્દ અર્થ સાથે કુન્દકુન્દસૂરિએ બનાવ્યા છે. જેના વાંચવાથી – વિચારવાથી મંથન કરવાથી અને જીવનમાં યથાશક્તિ ઉતારવાથી આત્મકલ્યાણનો માર્ગ પ્રગતિવાળો થશે એમાં જરાય શંકા નથી. જો વાંચનાર ભવ્ય અને સહૃદયી તથા પ્રયત્નવાન હશે તો.
-
૫
Page #7
--------------------------------------------------------------------------
________________
૧. ધ્યાન રાખવા જેવી વાત.. ૨. કોઇક જગ્યાએ મીંડા-શૂન્યની માત્રા ગણી નથી. ૩. કોઈ જગ્યાએ ૧૬+૧૫ ન ગણતા કુલ ૩૧ માત્રા ગણેલ છે ૪. પાદચરણના અન્તનો અક્ષરવિકલ્પેહરવહોયતે ગુરુ થાય છે.
આ ગુજરાતી ગ્રન્થની રચના સુધીમાં મુનિશ્રી વિનયધમવિજયજી એ સારો સહકાર આપ્યો છે. અને શ્રી ધર્મધુરન્ધરસૂરિ સમાધિ મન્દિર સ્થિત શ્રી નેમિ-ધુરન્ધર પાઠશાળાના અધ્યાપકશ્રી પૌશિકભાઇએ પણ આ પુસ્તકની પ્રેસ કોપી જોઇ લાભ લીધો છે અને દીધો છે.
તેમજ આ ગ્રન્થની પ્રેસકોપી શ્રાવિકા અમિતાબેને (ટીકુબેન) બનાવી સહકાર આપ્યો છે. જેનો પ્રકાશક આભાર માને
- કુદદસૂરિ
Page #8
--------------------------------------------------------------------------
________________
ઉપદેશ
રત્નમાલા
રચયિતા : શ્રી પદ્મજિનેશ્વરસૂરિજી મહારાજા કુલ શ્લોક (૨૬)
શ્લોકનં.૧
उवएस रयणकोसं नासिअ नीसेस लोग दोगच्चं । उवएस - रयणमालं वुच्छं नमिउण वीरजिणं ॥ १ ॥ સંસ્કૃત છાયા
उपदेश - रत्नकोशं नाशितनिःशेषलोकदौर्गत्यम् ઉપદેશરત્નમાળાં વક્ષ્યામિ ( વક્ષ્ય) નત્વા વીનિનમ્ ॥ સવૈયા છન્દ
વીરપ્રભુને નમન કરીને, ઉપદેશ રત્નમાલા કહિશ. સુબોધરૂપી રત્નો જેમાં, એવી માળાને ગ્રંથિશ દુર્ગતિતાને હરવા કાજે, જે છે શક્તિ કેરા ઈશ છવ્વીસ છન્દે સહિત એવા ગ્રન્થ રત્નનો પ્રકાશદઈશ।।૧।
અર્થ:- સર્વ જીવોના દુર્ગીતના કારણભૂત, અશુભ અધ્યવસાય = પરિણામોને નાશ કરનાર, ઉપદેશરૂપી રત્નના ભંડાર-સમૂહ
9
Page #9
--------------------------------------------------------------------------
________________
સમાન, એવી વીરજિનેશ્વરને નમસ્કાર કરીને ઉપદેશરત્નમાલા નામના ગ્રન્થને હું પદમૂજિનેશ્વરસૂરિકહિશ.
આ શ્લોકમાં મંગલ, વિષય, આદિબતાવેલા છે. ગ્રન્થની શરૂઆતમાં પરમ્પરા મુજબ મંગલ આવશ્યક હોય છે. વિનોને નાશ કરવા, અને કાર્યની સમાપ્તિ કરવી, એ મંગલનું કામ છે.
સવૈયાછન્દ અને તેનું પહેલા લક્ષણ षोडश तिथिए होत सवाया
गुरु लहु अन्ते हरि गुणगान પહેલા ૧૬ માત્રા અને તિથિ = ૧૫ માત્રા એમ ૩૧ માત્રાનું એકચરણ થાય એવા ચારચરણને સવૈયા છન્દ કહેવાય. ૩૧ માત્રાના ચરણમાં અત્તમાં અનુક્રમે ગુરુ અને લઘુ હોવો જ જોઈએ.
(શ્લોકનં.૨) जीवदयाइं रमिज्जइ, इंदियवग्गो दमिज्जइ सयापि। सच्चं चेव चविज्जइ धम्मस्स रहस्समिणमेव ॥२॥
સંસ્કૃત છાયા जीवदयायां रम्येत, इन्द्रयवर्गो दम्येत सदापि । सत्यमेव कथ्येत धर्मस्य रहस्यमिददेव ॥२॥
Page #10
--------------------------------------------------------------------------
________________
સવૈયા છન્દ જીવદયામાં રમવું એટલે, કરવું જીવદયા પાલન, રાખી પાંચે ઈન્દ્રિય વશમાં સુભાવે ભજવે જિનશાસન, પરહિતકારીસત્ય બોલવું બકબકના કરવું દિનરાત, સાર ધર્મનો જાણી જીવે કર્મ તોડવા કરવી વાતા. ૨૫
અર્થ-હેભાગ્યશાળી જીવો, તમારે જો રોગ વગરનું શરીર જોઈતું હોય, ઉચ્ચકુળમાં જન્મેલેવો હોય, ખૂબ તંદુરસ્ત અને શક્તિશાળી શરીર જોઈતું હોય, જે તમારે પ્રતિષ્ઠા જોઈતી હોય, જો તમારી પ્રશંસા ઈચ્છતા હો, બહુ જાડું કે પાતળું શરીર ન જોઈતું હોય, બહુ ઉચુ કે નીચું ઠીંગણું) શરીર ન જોઈતું હોય, અને ગોરું શરીર જોઈતું હોય, તેમજ શાતા જોઈતી હોય તો જીવદયાનું અવશ્ય પાલન કરો.
જીવદયા પાળવા માટે જીવોના ભેદોનું જ્ઞાન મેળવો. તેમજ એકેક ઈન્દ્રિયને વશ પડેલો જીવ પણ કાળાંતરે મરણને વશ થાય છે, અથવા દુઃખી થાય છે. શેજિયને વશ થયેલ હાથી બંધનમાં આવી જાય છે. રસનેન્દ્રિયને વશ માછલા આદિ મરણ પામે છે.
પ્રાણેજિયને વશ થયેલ ભમરો સાંજના કમળમાં બિડાઈ જાય છે. ચક્ષુરિયને વશ થયેલ પતંગિયું અગ્નિની ચારે બાજુ ફરતું અગ્નિમાં પડતાં આખરે મરણને શરણ થાય છે. અને શ્રોત્રેન્દ્રિયને વશ સાપ-હરણ આદિબંધનમાં આવી જાય છે. માટે
( ૯ )
Page #11
--------------------------------------------------------------------------
________________
પાંચે ઈન્દ્રિયને વશમાં રાખતા શીખો અને જીભને બોલવામાં અને ખાવામાં વધારે વશ રાખો.
વળી આત્માર્થી આત્માએ સત્ય બોલવું - પ્રિય બોલવું, બીજાને હિતકારી બોલવું, તેમજ પ્રમાણસરબોલવું. બહુ બોલનાર બકબકીયો કહેવાય છે.
આવી રીતે ધર્મનું રહસ્ય જાણીને જિનશાસનની ઉત્કૃષ્ટ આરાધના કરવી યોગ્ય છે. કેમકે તેનાથી કર્મબન્ધનો તૂટે છે.
(શ્લોકનં.૩) शीलं न हुखंडिज्जइ, न संवसिज्जइ समंकुसीलेहि। गुरुवयणं नखलिज्जइ, जइ नज्जइ धम्म परमत्थो ॥३॥
સંસ્કૃત છાયા शीलं न खण्डयेत, न समुष्येत समं कुशीलैः । गुरुवचनं न स्खल्येत, यदि ज्ञायेत धर्म परमार्थः ॥३॥
સવૈયા છન્દ જેન કરતો શીલનું ખંડન રાજાનો તે રાજા થાય, કુશીલની દોસ્તી નહિસારી રેવુ છેટા યોગ્ય ગણાય. નાકરવો વળી ગુરુ અનાદર. વધે જ્ઞાન આદરથી ભાય, પાળે જે આ ભાવભક્તિથી તેનો ધર્મ સાચો ગણાય.lal
(૧૦)
૧૦)
Page #12
--------------------------------------------------------------------------
________________
અર્થ-જેભાગ્યશાળી મનવચન અને કાયાથી પૂર્ણ રીતે બ્રહ્મચર્ય પાળે તે આખા જગતથી વંદનીય થાય, બારવ્રતની પૂજામાં એક લીટી આવે છે કે “એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે એ વ્રત જગમાં દીવો બ્રહ્મચર્યવ્રત જગમાં દીવાસમાન છે. દીવો જેમપ્રકાશ કરે તેમ બ્રહ્મચર્ય પણ પ્રકાશ કરે. પૂરાબ્રહ્મચર્યના પ્રભાવથી જ જીવો દબાય જાય તેની સામે પણ બોલી ન શકે. વળી દવા કરતા બ્રહ્મચર્યનો પ્રકાશ અધિક હોય છે. બ્રહ્મચારી રાજાનો પણ રાજા
છે.
બ્રહ્મચર્યપ્રતિષ્ઠાયાં અપૂર્વ વીર્યલાભઃ બ્રહ્મચારીને દેવો પણ નમસ્કાર કરે અને બ્રહ્મચારી ધાર્યું કામ કરી શકે અને કરાવી શકે માટે શીલ ખંડન કરવું નહીં.
શીલના ખંડન કરનારાની સોબત પણ ખરાબ છે. વળી ગુરુવચન પાળવાથી ઘણા લાભ થાય છે. ગુરુ કહેને સામે તહરિ કહે-તેને ગુરુના સારા આશીર્વાદ મળે છે.
જે આ ઉપરની વસ્તુને પાળે છે તે ખરેખર ધર્મના રહસ્યને સમજેલ છે તેમ કહેવાય છે.
(શ્લોકનં.૪) चवलं न चंकमिज्जइ, विरज्जइ नेव उब्भडो वेसो। वंकंन पलोइज्जइ, रुठाचि भवंति किं पिसुणा ॥४॥
(૧૧)
- ૧૧
Page #13
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃત છાયા चपलं न चड़क्रम्येत, विरच्येत नैव उद्भटो वेषः । वक्रं न प्रलोक्येत, रुष्टा अपि भणन्ति किं पिशुनाः ॥४॥
સવૈયા છન્દ ચંચળતાથી ગમનન કરવું, પહેરવો ના ઉદ્ભટવેષ, વાંકી નજરે જોવુંનાને, શરીર ઉપર રાખવો ખેસ, આવા ત્રિગુણ યુક્ત મનુષ્યને, મારે પણ ન ચાડિયો કેસ, સિધે રસ્તે જનાર ઉપરે, ન કરતા કોઈ કોરટ કેસાજા
અર્થ-પહોંચવાયોગ્ય લક્ષ્ય સ્થાનને ધ્યાન રાખી જલ્દીથી અથવા સમયસર પહોંચવા ધ્યાન રાખવું ડાફડામારતા જવું એ ચંચળતા છે. ડાફેડા મારતા જવું એ આચારની ક્યાશસુચવે છે. ઘણું કરીને આચાર નિષ્ઠ ઉપડતે પગે ચાલતા હોય છે અને તેમને પહોંચવા યોગ્ય શુભ સ્થાનનું જ લક્ષ્ય હોય છે, અને નીચું જોઈ લગભગ ચાલતા હોય છે. ૨) ઉભટ વેષ - આપણા અંગોપાંગો દેખાય, બીજને વિકાર થાય એવા તથા મેલો અને ફાટેલો વેષ પહેરવો નહીં.
વાંકી નજરે ચાલવાથી આપણા ઉપર કોઈને ખરાબ શંકા પડે છે. માટે સીધી નજરે ચાલવું અને શ્રાવકોએ તો પહેરેલા વસ પરખેસ પહેરવો જોઈએ.
(૧૨)
૧ ૨.
Page #14
--------------------------------------------------------------------------
________________
આવી રીતે ચાલનારને ચાડિયા ચુગલી કરનાર પણ હેરાન કરી શકતા નથી. કેમકે સિધે રસ્તે જનાર ઉપર કોઈ કોરટ કેસ કરતું નથી.
( શ્લોક-૫) नियभिज्जइ नियजीहा, अविआरिअं नेव किज्जए कज्जं न कुलक्कमो अलुप्पइ, कुविओ किं कुणइ कलिकालो ॥५॥
સંસ્કૃત છાયા नियम्येत निज्जीहवा, अविचारितं नैव क्रियेत कार्यम् । न कुलक्रमस्य लुप्येत, कुपितः किं करोति - कलिकालः॥५॥
- સવૈયા છન્દ દુ-રીતે જીભને વશ કરવી, વિણ વિચારે વરવું ન કાંઈ, કુલાચારનું પોષણ કરવું, ઉચ્ચભાવને રાખી ભાઈ, આ ત્રણ વસ્તુપાળે ચિત્તથી, જીવનમાં તે આગળ જાય, આવાજીવને જોઈ કળિયુગ, ક્રોધશમાવી ચાલ્યો જાય.પા.
અર્થ-નીચેની ત્રણ વસ્તુનું પાલન કરે તેની પાસેથી કળિયુગક્રોધને શાન્ત કરીને ચાલ્યો જાય છે. અર્થાત્ તેને કળિયુગ અસર કરતો નથી. ૧) બે રીતે જીભને વશ કરવી.
-
...-
૧૩)
Page #15
--------------------------------------------------------------------------
________________
જે બોલવામાં ધ્યાન રાખતો નથી, અને ગુસ્સામાં આવી ગાળો બોલવા લાગે છે તેને ઘણું સહન કરવું પડે છે. લગભગ આવા માણસને કોઈ બોલાવતું નથી. હું તને તારા માગતા પૈસા આપવાનો નથી તારાથી થાય તે કરી લેજે. આવા સમયે સામે જો સબળવ્યક્તિ હોય તો મોટું રમખાણ થાય છે, અને ક્યારેક જેલમાં પણ જવું પડે છે. વળી,
દૂધપાક અથવા શિખંડ ઘણો સારો છે માટે પેટમાં ઠપકારો એવું ન કરાય પોતાની હોજરી જેટલું સહન કરી શકે તેટલું જ ખવાય. કોઈ આગ્રહ કરે તો પણ ન લેવાય. વસ્તુ પારકી છે પેટ પારકું નથી માટે પ્રમાણાધિકલેવું નહીં, ખાવું નહિ. ૨) વગરવિચાર્યું બોલવાથી તેના ફળ કદીયે સારા આવતા નથી. ૩) આપણા કુળના જે જે નિયમો હોય તેને બરાબર પાળવા જોઈએ.
શ્લોક-૬) मम्मं न उलविज्जइ, कस्सवि आलं न दिज्जइकयावि। कोविन अक्कोसिज्जइ, सज्जणभग्गो इमो दुग्गो॥६॥
સંસ્કૃત છાયા मर्म न उल्लप्येत, कस्मायति आलं न दियेत कदापि । कोऽपि न आक्रोश्येत सज्जनमार्गोऽयं दुर्गः ॥६॥
(૧)
૧૪)
Page #16
--------------------------------------------------------------------------
________________
સવૈયા છન્દ દુઃખો પરને લાગે એવા, વચનો ત્યાગ કરી જીવાય, આળનદેવું કોઈ જીવને, આળ થકીજન દુઃખી થાય, ના કરવો આક્રોશ કોઈપર, આક્રોશથી હાનિ બહુ થાય, સજ્જનનાઆ કઠિનરાહને, પાળે ભવનો પાર પમાયાદી
અર્થ-બીજાને દુઃખ લગાડવું એ પણ એક જાતની હિંસા છે મન વચન કાયાથી દુઃખન થાય તેમ વર્તવું. તેમજ કોઈના પર આળન ચડાવવું. કોઈએ કંઈ ખરાબ કામ ન કર્યું હોય છતાં એના ઉપર ઢોળવું એના પર આરોપ લગાડવો તે આળ છે. અત્યારે આપણે કોઈના ઉપર આળ ચડાવીએ તો ભવિષ્યમાં આપણા ઉપર કોઈ આળ ચડાવે.
“સાત લાખ પૃથ્વીકાયસૂત્રમાં બારમે અભ્યાખાન' જે આવે છે એનો અર્થ આળ થાય.
વળી કોઈના ઉપર આક્રોશ ન કરવો, ગુસ્સામાં આવીને ગાળનદેવી.ગાળ સજજનો આપે કે દુર્જન આપે? દુર્જનો આપે. જો સજજન આપે એવું હોય તો સામે બે ગાળ આપવાથી ડબલ દુર્જન બનાય માટે ગાળસહન કરવી. પણ સામે(ગાળ)ના આપવી.
ખરેખરતો આપણને કોઈગાળ આપે એવી પરિસ્થિતિમાં જ આવવું નહિ.
( ૧૫)
Page #17
--------------------------------------------------------------------------
________________
આ માર્ગ સજ્જનો માટે પણ કઠિન છે. છતાં પાળે તો કાળાન્તરે ભવસાગર પાર ઊતરી જાય છે.
શ્લોકનં.૭
सव्वस्स उवयरिज्जइ, न पम्हसिज्जहपरस्स उवयारो । विहलं अवलंबिज्जइ, उवएसो एस विकसाणं ॥ ७ ॥
સંસ્કૃત છાયા
सर्वस्य उपक्रियेत, न विस्मर्येत परस्य उपकारः । विफलं अवलम्ब्येत, उपदेश एष विदुषाम् ॥ ७॥ સવૈયા છ
કરો ઉપકાર પ્રાણી માત્રનો, ભૂલવો ન કદિ પર ઉપકાર, પડતાને આલંબન દેવું આ છે પંડિતનો સંસ્કાર, પરઉપકાર વિના નવિ કદિયે, ના થાતો નિજનો ઉપકાર, એવું માની સર્વજનોએ કરવો બહુ જગનો ઉપકાર ॥ ૭॥
અર્થ:- તીર્થંકર પરમાત્મા આખા જગતને ઉપકાર કરવા ત્રીજા ભવમાં ભાવના ભાવે છે અને તીર્થંકરના ભવમાં ઉપકાર કરે છે તેમ આપણે પણ આપણી શક્તિ પ્રમાણે જીવોનો નાનો મોટો ઉપકાર વગર સ્વાર્થે કરવો જોઈએ. અને બીજાએ આપણી ઉપર
૧૬
Page #18
--------------------------------------------------------------------------
________________
ઉપકાર કર્યો હોય તે ખરેખર ભૂલવો ન જોઈએ. કરેલા ઉપકારને જાણે તે કૃતજ્ઞ કહેવાય.કરેલા ઉપકારને ભૂલી જઈ સામાનું ખરાબ કરે તે કૃતજ્ઞ કહેવાય. તેમજ કોઈપડતું હોય તો તેને ઉઠાડવાનો પ્રયત્ન કરવો આલંબન દેવું પડતા ઉપર પાટું મારવું એ પંડિતનો સંસ્કાર છે.
અને એ પણ સમજવું કે, બીજાનો ઉપકાર કર્યા વિના આપણો ઉપકાર થતો નથી. માટે પણ ઉપકાર કરવો.
શ્લોક) को विन अब्भत्थिज्जइ, किज्जइ कस्स वि न पत्थणाभडंगो। दीणं न य जंपिज्जइ, जीविज्जइ जावजीअलोए ॥८॥
સંસ્કૃત છાયા कोऽपि न अभ्यर्खेत, क्रियेत कस्यापि न प्रार्थना भङ्गः। दीनं न च जल्प्येत, जीव्येत, यावज्जीवलोके ॥८॥
સવૈયા છન્દ માંગવુંનબીજાની પાસે માંગવુઈતો દોષ ગણાય, માંગતું આવે કોઈ કદાપિ, આશપૂરવીયોગ્ય ગણાય, પડે દુઃખનાડુંગરતોયે દીન વચન વદવું ના ભાય, આવું જીવન પુરુ કરવું કે કરવો ન પડે શોકજરાય.liટા
- - - - - ૧૯S
Page #19
--------------------------------------------------------------------------
________________
અર્થ-માંગવુને મરવું સમાન છે. એવું કેટલાકમાનનારા હોય છે અને તે એકઅપેક્ષાએ સાચી વાત છે. માંગવામાં સત્વહણાય છે. ભિખારી માંગે છે. પંચમહાવ્રતધારી સાધુ માગતા નથી. ધર્મલાભ આપે છે. સામાવાળા પધારો કહે છે તો ભિક્ષા લઈને પણ સામાનો ઉપકાર કરે છે. માંગવું નહીં તે બરાબર વાત છે. પણ સામે કોઈ માંગતુ આવે તો તેની આશા પૂર્ણ કરવી.
સુપાત્ર હોય તો ઘણું દાન આપવું તથા દુઃખોના ડુંગર માથા ઉપર પડે તોયદીન વચન ભિખારી બોલે તેવા-એ (ભાઈ) માઈકોઈ આપોને આવાદીનવચનોનબોલવા. આવી રીતે જીવન જીવિયેતો ક્યારે પણ શોકન કરવો પડે.
(શ્લોક-૯ ) अप्पन पसंसिज्जइ, निदिज्जइ दुज्जणो विन कयावि। बहु बहुसो न हसिज्जइ, लब्भइ गुरुअत्तणं तेण॥९॥
સંસ્કૃત છાયા आत्मा न प्रशस्येत । निन्द्येत दुर्जनोऽपि न कदापि । बहु बहुशो न हस्येत । लभ्यते गुरुत्वं तेन ॥९॥
સવૈસયા છન્દ વખાણ ના પોતાના કરવા કરે બીજા તો સુણવાનહિ, વારેવારે હસવું નહિ, હાંસી કોઈની કરવી નહિં,
(૧૮)
Page #20
--------------------------------------------------------------------------
________________
દુર્જનની નિન્દા નવિ કરવી નિન્દા લોકવિરુધ્ધ ગણાય, જીવનની ઈમકળાગ્રહીને પોતે જગમાં મોટો થાય. લાં
અર્થ-આ જીવે પોતાના વખાણ-પ્રશંસા કરવા નહિ, બીજા કરે તો સાંભળવા બહુઆતુર રહેવું. આપણે કેવા છીએ એ આપણને ખબરજ છે. વખાણ સાંભળવાથી પ્રગતિ અટકે છે. આનાદથંતો શાસ્ત્રમાં ઘણાં આવે છે.
બીજુવારેવારે હસવાથી આપણી કિંમત ઓછી થાય છે. ગંભીર રહેવું જોઈએ અને કોઈની હાંસી, મશ્કરી, ઠેકડી, પટ્ટી પાડવી આદિ કરવું નહી.
દુર્જનની પણ નિદાન કરવી. નિન્દા કરવી એલોકવિરુધ્ધ છે. અને તેનકરાય. આ ઉપરની વાતને ધ્યાનમાં રાખે તેજગતમાં મોટો ગણાય.
( શ્લો૧૦) रिहणोन वीससिज्जइ, क्या विवंचिज्जाए न वीसत्थो। न कयग्धेहिं हविज्जइ, एसो नायस्स नीस्संदो ॥१०॥
સંસ્કૃત છાયા रिपोः न विश्वस्येत, कदापिवञ्च्येत न विश्वस्तः । નવનૈઃ ભૂત, પિનચ નિઃચઃ ૨૦ |
૧૯)
Page #21
--------------------------------------------------------------------------
________________
સવૈયા છન્દ આત્માનું જે અહિત કરે છે, કર્મખરે શત્રુ કહેવાય, શત્રુનો વિશ્વાસના કરવો, વિશ્વાસુને નહિછેતરાય, કરેલ ઉપકારને વિસરવો, વિચાર આવો કદિનકરાય, નીતિપૂર્વક રેતાં જીવને દુઃખન આવે ક્યારે ભાયા ૧૦
અર્થ-સંસારમાં આત્માનું ઘર શરીર છે. અને શરીરયુક્ત આત્માનું ઘર ચુનામાટીનું હોય છે. શરીર વગર આત્મા મોક્ષમાં એકલો રહી શકે પણ આત્મા વગરના શરીરને લોકો બાળી નાંખે છે. એટલે આત્મા એ મુખ્ય છે.
જે આત્માનું બગાડે છે તે ખરેખર શત્રુ છે. શત્રુઓ બહાર ક્યાંય રહેતા નથી. આત્માની અંદર જ રહે છે અને તે છે જ્ઞાનાવરણીયાદિ કર્મ. આત્માનું કર્મથી જ ખરાબ થાય છે. જો શુભકર્મ હોય તો ભોમિયાનું કામ કરીને મોક્ષનો માર્ગ બતાવી ચાલ્યું જાય છે. આવા શત્ર તથા ક્રોધ, માન, માયા, લોભ આદિ શત્રુ તેનો કદાપિ વિશ્વાસ ન કરાય. બીજુ જેણે આપણા ઉપર વિશ્વાસ રાખ્યો હોય તેને છેતરાય નહિં. અન્યને પણ ન છેતરાય, તો કુટુંબકેમિત્રને કેમ છેતરાય.
વળી કોઈએ થોડો પણ ઉપકાર કર્યો હોય તેને વિસરવો નહિં. ભૂલવો નહિં. અને નીતિપૂર્વક રહેવું જેથી આત્માને દુઃખન આવતા અનુકૂળતા રહે.
(૨૦)
Page #22
--------------------------------------------------------------------------
________________
(શ્લોક-૧૧) रच्चिज्जइ सुगुणेसु बज्झइराओ न नेहवज्जेसु। किंखइ पत्तपरिखा दक्खाण इमोअकसवट्टो ॥११॥
સંસ્કૃત છાયા रज्येत सुगुणेषु, बध्येत रागो न स्नेहवर्जयेषु । क्रियेत पात्रपरीक्षा, दक्षाणामयं कषपट्टः ॥११॥
સવૈયા છન્દ ગુણીજનોને સદાનિરખતા જેહરખે મનમાં દિનરાત, તે જનમાં ગુણ આવે જલદીને કરતા એનિત્ય વાસ, નેહવિનાના જીવની ઉપર વ્યવહારથી ન રાગ કરાય. પાત્ર પરીક્ષા કીધાવિણના ઉતાવળે નડગલું ભરાય..૧૧
અર્થ-સારી વસ્તુને જોતા લગભગ દરેકને આનન્દ થવો જોઈએ. જે ગુણિજનને દેખી હરખાય છે, તેનામાં ગુણો જલદી આવે છે અને રહે છે.
સંસારની બાબતમાં સ્નેહવગરના જીવો ઉપર રાગ કરાતો નથી.
અધ્યાત્મની દૃષ્ટિએ પરમાત્માના ઉપર રાગ કર્યા સિવાય તેની નજીક જવાતું નથી. માટે શરૂઆતમાં રાગ કરવો અને અંતે
- -- K૨૧)
Page #23
--------------------------------------------------------------------------
________________
છોડવો યોગ્ય છે. બીજુ પાત્ર પરીક્ષા કર્યા સિવાય કોઈપણ સ્થાનમાં એને રાખવા માટે ઉતાવળ કરાતી નથી.
શ્લોકનં.૧૨
नाकज्जमायरिज्जइ अप्या पाडिज्ज न वयणिज्जे ।
नय साहसं चहज्जइ, उप्भिज्जइ तेण जगहत्थो ॥ १२ ॥
B
- : સંસ્કૃત છાયા ઃनाकार्यमाचर्येत । आत्मा पाड्येत न वचनीये । नयसाहसं त्यज्येत । उद्विद्येत तेन जगति हस्तः ॥ १२ ॥
1
-: સવૈયા છન્દ ઃજીવવું જો ખુમારીપૂર્વક ન છાજે તેવું કરવું નહિ, અન્ય ગુણોને ગાવા નિત્યે નિન્દા કોઈની કરવી નહિ, વિચારપૂર્વક સાહસ કરવું મેળવવું થોડું પણ કંઈ આવી રીતે જીવન જીવવું દેવ અને ગુરુ સાથે લઈ।૧૨।
અર્થઃ– (સત્ત્વ અને ખુમારી લગભગ પર્યાય વાચક શબ્દ છે)
આપણને ન છાજે, જે યોગ્ય ન હોય તે તે ના કરીએ તો ખૂમારીપૂર્વક જીવી શકાય છે. અને જો બીજાના જ ગુણો ગાવાની ટેવ પાડીએ તો બીજાની નિન્દા કરવાનું છૂટી જાય છે. વળી સાહસ
૨૨
Page #24
--------------------------------------------------------------------------
________________
કરવું તે યોગ્ય છે. કેમ કે તેનાથઈ સિદ્ધિ થાય છે. પણ સાહસ વિચારપૂર્વકનું કરવું દેવગુરુનો સાથ લઈને અર્થાત્ સારું મંગલ કરી આજ્ઞા લઈસાહસ કરવું જેથી પસ્તાવાનો વારો ના આવે.
(શ્લોક-૧૩) वसणे विन मुज्झिज्जइ, मुच्चइ जायो न नाम मरणेपि। विहवस्वखएवि दिज्जइ, वयम सिधारं खुधीराणं ॥१३॥
સંસ્કૃત છાયા व्यसनेऽपि न मुह्येत मुच्येत न्यायो न नाम मरणेऽपि । विभवक्षयेऽपि दीयते, व्रतमसिधारं खलु धीराणं ॥१३॥
સવૈયા છન્દઃ દુઃખ પડે મુંઝાવું નહિ પણ માર્ગ કાઢવો ઉચિત ગણાય, મૃત્યુ આવે ન્યાયનત્યજવો એસજજનની રીત ગણાય. ધન જાયે તોય ધન આપવું, દાન થકી ધન આવે જાય, અસિધાર પર ચાલવાસશત્રતવિષમ સજજનનું કહાયી૧all
અર્થ - પોતપોતાના શુભ-અશુભ કર્મને અનુસાર સુખ-દુઃખ આવ્યા જ કરતા હોય છે. અશુભ કર્મના ઉદયમાં ને કોઈ વખત શુભ કર્મના ઉદયમાં મુંઝાવું નહિ. પણ રસ્તો કાઢતા શિખવું. બીજું
૨૩)
-
Page #25
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ આવે તો પણ સ્વીકારવું પણ ન્યાય છોડવો નહિ.
ધનની નુકસાની થઈ હોય તો ય આપવાનો – દાન દેવાનો ગુણ છોડવો નહિ.
દાન દેતાં પાછું ધન આવે છે અને ન પણ આવે તોય શુભ કર્મ બંધાય છે.
આ તલવારની ધાર ઉપર ચાલવાના સમાન વ્રતો સજ્જનોના છે.
શ્લોક ૧૪
अहनेहो न वहिज्जइ, रुसिज्जइ न य पियेऽविपइदियहं वद्धारिज्जइ न कली जलंजली दिज्जइ दुहाणं ॥ १४ ॥ સંસ્કૃત છાયા
अति स्नेहो न उहये, ते, रुष्येत न च प्रियेऽपि प्रतिदिवसं । वर्धाप्येत न कलिः जलाज्जलिः दीयेत दुःखानां ॥ १४ ॥ સવૈયા છન્દ અતિરાગ તે દુઃખનું કારણ ક્યારેક તો મૃત્યુ પણ થાય. પ્રિય જીવ પર વારે વારે રોષ ન કરવો ક્યારે ભાય, જો લક્ષ્મીના રાગી હો તો કરવો ના કંકાસ જરાય, આ ત્રણ નિયમો પાળે તેના દુઃખ દારિદ્રય દૂરે જાય.॥૧૪॥
૨૪
Page #26
--------------------------------------------------------------------------
________________
અર્થ-નીતિ શાસ્ત્રનું વચન છે કે અતિ સર્વત્ર વર્જયેતુ કોઈપણ બાબત અતિ નહિ સારી. અને અતિવિવેકપૂર્વકની હોય તો વાંધો ન આવે એમ સમજી શકાય.
બાકી અતિરાગ તો ખરાબ જ છે અહીં અતિરાગ એટલે અતિમોહ. અમસ્તોય મોહ ખરાબ છે. તો અતિમોહ કેમ સારો હોય. વધારામાં ક્યારેક અતિમોહથી મૃત્યુ પણ થઈ જાય છે.
એક પતિ-પત્નીને પરસ્પર અતિરાગ હતો. પતિનામિત્રે મિત્રની પત્નીની પરીક્ષા કરવા કહ્યું, “તમારા પતિ બહારગામથી આવી બહાર ધર્મશાળામાં ઉતર્યા હતા અને તેને એટેક આવ્યો અને મરી ગયા.” આવું વાક્ય સાંભળી પત્નીને એટેક આવ્યો અને મરી ગઈ તે વાત તેના પતિને ખબર પડી તો તે ત્યાં ધર્મશાળામાં મરી ગયો. આ છે મોહની લીલા, માટે અતિરાગ કરવો નહિ.
વળી કોઈ જીવો પર વારે વારે રોષ ન કરવો. વળી લક્ષ્મી જોઈતી હોય તો ઘરમાં ક્લેશ કંકાસ ન કરવો આ ત્રણ નિયમો પાળે તેના દુઃખ દારિદ્રય દૂર થાય છે.
શ્લોક-૧૫) नकुसंगेण वसिज्जइ, बालस्स, विधिप्पए हिअंवयणं। अनायाओ निवटिज्जइ, न होइ वयणिजाया एवं ॥१५॥
Page #27
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃત છાયા न कुसङ्गेन उष्येत, बालस्यापि गृह्येत हितं वचनम् । अन्यायात् निवृत्येत, न भवति वचनीयता एवं ॥१५॥
સવૈયા છન્દ સોબત ના કરવી ખરાબની સોબત સારાની જ કરાય, હિતવચનો બાળકના લેવા નીતિ શાસનું વચન ગણાય, અન્યાયથી પાછા ફરવું, ને ન્યાય પકડવો જીવનમાંય, આવું કરતાં કોઈ તમારી નિદાન કરે ક્યારે ક્યાંયાનપા
અર્થ-ખરાબની સોબત સારી નથી. બારકેરીમાં એક કેરી ખરાબ હોય તો તે બાકીની અગિયારને બગાડે છે. માટે તે એક કેરીને કાઢી નાખવી સારી. તેમખરાબમિત્રને છોડી દેવો સારો. સારાની જસોબત કરાય. વળી “બાલાદપિહિત ગ્રાહ્ય બાળકની પાસેથી પણ હિત ગ્રહણ કરવું આનીતિશાસ્ત્રનું વચન છે.
ધર્મશાસ્ત્ર એવું કહે છે કે વડીલ હોય, ગુરુ હોય અને સારા જ્ઞાની હોય તે દરેકની પાસેથી હિત સાંભળવું.
અન્યાય કરવો નહિ. ન્યાયી રહેવું. આવું કરવાથી કોઈપણ તમારી નિન્દા કરશે નહિ, અને જીવન જીવવાની મજા આવશે.
(૨૬)
૨૬)
Page #28
--------------------------------------------------------------------------
________________
(શ્લોક-૧૬) विहवे विन मच्चिज्जइ, न विसीइज्जइ असंपाए वि। वदिज्जइ समभावे, न होई रणरणइ संतावो ॥१६॥
સંસ્કૃત છાયા विभवे न माद्येत, न विसद्येत असंपदि अपि । वृत्येत समभावे, न भवति रणरणति संतापः ॥१६॥
સવૈયા છન્દ વૈભવ આવે રાચવું નહિને, ક્યારે પણ નાનાચવું ભાય, ધન જાતા નહિદુઃખી થાવું મનમાં કરવો નાવિષાદ, સમતામાં રે તેને ક્યારેય મનમાં ન થાયે સંતાપ, ઉદાર બનીને વસ્તુ દેતાં કિમ હોવે તેને સત્તાપા ૧૬I
અર્થ -પુણ્યવિનાવૈભવ-ધનમકાન-દુકાન આદિ પ્રાપ્ત થતું નથી. સમજો કેપુણ્યથી પ્રાપ્ત થઈ ગયું તો રાચવું નહિ. વિષાદન કરવો, દુઃખ ન લાવવું. આવવું અને જવું સંસારનો નિયમ છે. માટે સમતામાં રહેવું, સમતામાં રહેવાથી ક્યારેય સંતાપ થતો નથી. અને ઉદાર મનુષ્યને ધન દેતા પણ સંતાપ થતો નથી. અત્યાર સુધી આ જીવે ઘણું લીધું હવે આપવું-ને છોડવું એ જ સાચું પ્રમાણ છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
(શ્લોક-૧૭) वन्निजइ भिच्चगुणो, न परुखं न य सुअस्स पच्चक्खं। महिला उनोभयावि हु, न नस्सए जेण माहप्पं ॥१७॥
સંસ્કૃત છાયા न वण्र्येत भृत्यगुणः न परोक्षे न सुतस्य प्रत्यक्षम्। महिला तु नोभया अपि न नश्यति येन माहात्म्यम् ॥१७॥
સવૈયા છન્દ ઘણા ગુણોથી યુક્ત જ એવા નોકરના ગુણન કહેવાય, ચતુર પુત્રના ગુણ ગણ ગાતા ક્યારે પણ ના લાભ પમાય, પરોક્ષ કે પ્રત્યક્ષ કાળમાં સ્ત્રીના ગુણો ના કહેવાય, નિજનું ગૌરવસાચવવાને ઉપરના ત્રણ નિયમો પળાયા૧ણા
અર્થ-ગુણવાનના ગુણો (ગાવાથી) કહેવાથી અનુમોદનાનો લાભ જરૂર મળે છે. નીતિ શાસ્ત્રની અપેક્ષાએ, નોકરના ગુણો, ચતુર પુત્રના ગુણો તેમજ સ્ત્રીના ગુણો પ્રત્યક્ષ કે પરોક્ષમાં ગાવાથી તેની પ્રગતિ અટકી જાય છે. અને આપણને નુકસાન થાય છે.
આ સમજવા એકકથા છે. એકચિત્રકારનો છોકરો ચિત્ર બનાવી લાવે એટલે એના પિતા ચિત્રના દોષો બતાવે. પછી તે પુત્ર સુધારી લાવે, સુધાય
૨૮)
Page #30
--------------------------------------------------------------------------
________________
પછી તેના પિતા બીજા દોષો બતાવે, જ્યારે ફરી સુધારીને લાવે ત્યારે બીજા દોષો બતાવે. એકવખતે પુત્રે બીજા ચિત્રકારને ચિત્ર બતાવ્યું. ત્યારે તે ચિત્રકાર ખુશ થઈને કહે છે કે “તેં આચિત્ર ઘણું સારૂ બનાવ્યું છે. એટલે પુત્રે પોતાના પિતાને ચિત્ર બતાવવાનું બંધ કર્યું અને તેની પ્રગતિ પણ અટકી ગઈ. પિતાની ઈચ્છા એવી હતી કે સારામાં સારું બનાવે પણ વખાણ થયા એટલે પ્રગતિ અટકી ગઈ. પોતાનું ગૌરવસાચવવાને ઉપરના ત્રણનિયમો સાચવવા જોઈએ.
(શ્લોક-૧૮) जंपिज्जइ पिअवयणं विणओ अदिज्जए दाणं। परगुण गहणं किज्जइ, अमूल भंतं वसीकरणं ॥१८॥
સંસ્કૃત છાયા जल्प्येत प्रियवचनं क्रियेत विनयश्च दीयेत दानम् । परगुणग्रहणं क्रियेत, अमूलमन्त्रं वशीकरणम् ॥ १८ ॥
સવૈયા છન્દ પ્રિય બોલવું સહુ કોઈ સાથે વડિલજનોનો કરવો વિનય, દાન આપવું શક્તિ પ્રમાણે ને કર્મોનો કરવો વિલય, બીજાના ગુણ મેળવવામાં ફરતા રહેવું સદાકુવલય, મંત્ર ચાર છે વશીકરણના જેથી થાતો આત્મઉદય ૧૮.
- ૦
N
-
.
. -
Page #31
--------------------------------------------------------------------------
________________
અર્થ-કેમ બોલવું અને કેમ ચાલવું. કેમ ખાવું, કેમ પીવું આ બધું શિષ્ટ પુરુષો પાસેથી સમજવા જેવું હોય છે. એટલે સહુની સાથે પ્રિય બોલવું હિતકારી બોલવું સત્ય બોલવું અને પ્રમાણસરબોલવું. તેમજ વડીલજનોનો વિનય કરવો. જો આપણે વડીલોનો વિનયન કરીએ તો આપણી બધી શક્તિનકામી થઈ જાય છે. બીજું શક્તિ પ્રમાણે દાન આપવું શક્તિથી વધારે અપાઈ જાય તો પસ્તાવો થવાની શક્યતા છે. શક્તિથી ઓછું આપીએ તો શક્તિને ગોપવવાથી વાયત્તરાયકર્મ બંધાય છે. બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આપ્યા સિવાય કદી મળતું નથી. થોડું પણ ભાવથી આપવાથી ઘણું ફળ મળે છે. અને આપ્યા પછી મેળવવાની ઈચ્છાન રાખીએ તો જલદી આત્મકલ્યાણ થાય છે. દાન આપવાથી અંતરાયો પણ તૂટે છે.
તેમજ બીજાના ગુણો મેળવવા આખી પૃથ્વીનો પ્રવાસ કરવો અને જ્યાંથી જે ગુણ મળે તે મેળવવા. આ ચારેય વશીકરણનામત્રો છે.
(શ્લોક-૧૯) पत्थावे जंपिज्जइ, सम्माणिज्जइ खलोवि बहुमज्झे। नज्जइ सपरिविसेसो,सयलत्था तस्स सिझंति ॥१९॥
૨૦
Page #32
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃત છાયા प्रस्तावे जल्प्येत, सन्मान्येत खंलोऽपि वहुमध्ये । ज्ञायते स्वपर-विशेष, सकलार्थाः तस्य सिध्यन्ति ॥१९॥
સવૈયા છન્દ સમયે વાવેતર કરવાથી ક્ષેત્રે પાકઘણોએ થાય, યોગ્ય સમયે વદવાથી ઘણો નિજને લાભ અનેરો થાય, જનસમુદાયે દુર્જન કેરા માન થકી જીવન બદલાય, નિજ પરના બહુભેદવિચારે સકલ અર્થની સિદ્ધિ થાય ૧લા
અર્થ-જેમ યોગ્ય સમયે, અનુકુળ સામગ્રી સાથે વાવેતર કરવાથી પુણ્ય હોય તો, પાક ઘણો થાય છે. તેમ યોગ્ય સમયે બોલવાથી પુણ્ય હોયતોઘણો લાભ થાય છે. બીજી એકખાસ વાતને,દુર્જનને વશ કરવો હોયતો ઘણી મોટીપર્ષદામાં તેનું બહુમાન કરવું. જેથી તેનો રોષ ઓછો થતો જાય અને તેનામાં પરિવર્તન આવતું જાય. બીજુંનીચેની વાત ખાસયાનમાં રાખવા જેવી છેકે, મેંબાંધેલું કર્મમારે જભોગવવાનું છેઅનેબીજાએ બાંધેલું કર્મતનેજભોગવવાનું છે. આમ સ્વઅને પરનો ભેદવિચારવાથી કાર્યની સિધ્ધિ થાય છે.
૩૧)
Page #33
--------------------------------------------------------------------------
________________
(શ્લોક-૨૦) मंततंताण न पासे गम्मइ, न परिग्गहे अबीएहिं। पडिवंतं पालिज्जइ, सुकुलीणतं इवइ एवं ॥२०॥
- સંસ્કૃત છાયા मन्त्रतन्त्राणां पार्वे, न गम्यते न परगृहे अद्वितीय ः। प्रतिपद्यमानं पालयेत, सुकुलीनत्वं भवति एवम् ॥२०॥
સવૈયા છન્દ મત્ર-તત્રના માર્ગે ન જાવું એકલા પરઘરાઉનહિ, ધારેલા નિયમોને પાળતા દક્ષ પ્રતિજ્ઞ થાઉંભાઈ, આવી રીતે નિયમ પાળતા ધર્મિજન ઉચ્ચ ગતિએ જઈ, ક્રમિકપાળતાવ્રત નિયમોને સિધ્ધિગતિમાં જાશે ભાઈiારવા
અર્થ-યોગ્ય વ્યક્તિ માટે મન્નનો માર્ગખોટોનથી.વિના સ્વાર્થેતેનો ઉપયોગ કરનારા કેટલાયનું ભલુ કરી શકે. બાકી અયોગ્યના હાથમાં ગયેલોમત્રનુક્સાન કરે છે. અયોગ્યમત્રના માર્ગે પણ જવું ન જોઈએ. યોગ્ય કોઈકજ હોય છે બાકીઆ કાળમાં અયોગ્ય શોધવા કઠીનનથી. બીજુ એકલા બીજાને ઘેર જવું નહિ. એકલા જઈએ તો આપણા ઉપર લોકો આક્ષેપનાંખે આપણે સારા હોઈએ છતાં સામેની વ્યક્તિ આપણા મનને ચંચળ બનાવવા પ્રયત્ન કરે માટે એકલા અને તેમાં પણ સામાના
૩૨.
Page #34
--------------------------------------------------------------------------
________________
ઘરે પુરુષ ન હોય તો બહારથી જ પાછા આવવું યોગ્ય છે. અને જે કોઈ નિયમો લીધા હોય તેને સારી રીતે પાળવા. ભગવાનની જેમ દક્ષપ્રતિજ્ઞ થવા કોશિશ કરવી.
આવી રીતે નિયમો પાળતા આગળ જવાય અને ક્રમિક મોક્ષમાં પણ જવાય.
(શ્લોક-૨૧) भुंजइ भुंजाविज्जइ पुच्छिज्ज मणोगयं कहिज्जसयं । दिज्जइ लिज्जइ उचिअं इच्छिज्जइ जइथिरपिम्मं ॥ २१ ॥
સંસ્કૃત છાયા भुङकते भोज्येत पृच्छ्येत मनोगतं कथ्येत स्वयम्। दीयते गृहयते उचितं इष्येत यदि स्थिरप्रेम ॥२१॥
| સવૈયા છન્દ મિત્રોની આપેલ વસ્તુને લેવી આદરપૂર્વકભાય, સમય આવતા મિત્રોને પણ, પ્રેમે દેવી યોગ્ય ગણાય, મિત્રોનું ભાવે ખાવુંને ખવરાવવું પણ યોગ્ય ગણાય, ગુપ્ત વાત કેવી સાંભળવી મૈત્રીના લક્ષણ કહાય..રા
અર્થ-મિત્રો પ્રેમથી કંઈક આપતા હોયતો લેવું અને સમય આવે પ્રેમપૂર્વક મિત્રોને કાંઈદેવું. અવસર આવે તો મિત્રોને ત્યાં ભોજન
- -
૩૩)
Page #35
--------------------------------------------------------------------------
________________
કરવા જવું અને અવસર મળતા મિત્રોને જમાડવા.
જે બીજાને ન કહી શકાય તેવી ગુપ્ત વાતો મિત્રને કહેવી અને મિત્રની ગુપ્તવાત સાંભળવી, આમ વાત કરી અને સાંભળી હળવા થવું, તથા સામાને હળવા કરવા. આ બધા મિત્રતાનાલક્ષણ
(શ્લોક-૨૨) कोविन अवमन्निज्जइ, न य गविज्जइ गुणेहिं निअएहिं। न विम्हओ वहिज्जइ, बहुरचणा जेणिमा पुहवी ॥२२॥
સંસ્કૃત છાયા कोऽपि न अपमन्येत, न च गीर्येत गुणैः निजकैः। न विस्मयः उह्येत, बहुरत्ना येनेमा पृथ्वी ॥२२॥
સવૈયા છન્દ કરવું નહિ અપમાન કોઈનું નિજ ગુણ કેરો કરવો નમદ, જે વસ્તુનો બહુમદ કરીએ હાથ થકી ઝટ થઈ જાય રદ, આદુનિયામાં તેજ ગુણી છે જે બીજાના કાપેનકદ, ઘણા ગુણ રત્નધારી પૃથ્વી વિસ્મય શું છે તેમને વધારવા
અર્થ- અપમાન તિરસ્કાર કોઈને ગમતો નથી. માટે કોઈનું
K૨૪
Page #36
--------------------------------------------------------------------------
________________
અપમાન-તિરસ્કાર કરવો નહિ. અને પોતાના ગુણનું અભિમાન કરવું નહી. જેનું બહુ અભિમાન કરીએ તે વસ્તુ આપણી પાસેથી જલદી ચાલી જાય છે. વળી એકબીજાની વાતને કાપે નહિ એકબીજાના કદકાપે નહિ તે ગુણી છે.
આમાં શું આશ્ચર્યજેવી વાત છે સીધી વાત છે કે આ પૃથ્વી ઘણાં ગુણવાળી છે.
(શ્લોક-૨૩) आरम्भिज्जइ लहुअं, किज्जइ कज्जं महंत्मवि पच्छा न य उक्करसो किज्जइ, लब्भइ गुरुअत्तणं जेण ॥२३॥
સંસ્કૃત છાયા आरभ्येत लघुकं क्रियेत कार्य महदपि पश्चात् । न च उत्कर्षः क्रियते, लभ्यते गुरुकत्तं येन ॥२३॥
સવૈયા છન્દ છન્દ અનુણુપ અગ્રિમ રચવો ક્રમે કરીને દેડકજીન્દ, લઘુમાંથી જવું મોટામાં મોટાના વાગે પડઘમ, જીવનમાં કદિગર્વનકરવો જેથીના દુખાક્રન્દ આવી રીતે જીવન જાતા મળશે તેને ઉત્તમ ચંદા ૨૩
- ૨૫
Page #37
--------------------------------------------------------------------------
________________
અર્થ-સાહિત્યમાં સેંકડો છન્દો હોય છે. પણ પ્રચલિત નાનામાં નાનો અનુપ છન્દ હોય છે. એમનાનો છન્દ શીખતાં શીખતાં મોટો છન્દ શિખાય છે. તેવી રીતે નાનામાંથી મોટા થવાય છે. અને મોટાના નામે પડઘમ વાગે છે. મોટા થયા પછી ગમે તેટલી શક્તિ મળે તોય ગર્વનકરવો. ગર્વ કરવાથી મળેલી વસ્તુ ચાલી જાય છે અને દુઃખો આવી પડે છે. અને સારી રીતે જીવતાં ઉત્તમ ચન્દ્ર જેવા ગુણો પ્રાપ્ત થાય છે.
(શ્લોક-૨૪) झाइज्जइ परमप्पा अप्पसमाणो गणिज्जइ परोपि। किज्जइ न रागदोसो छिन्निज्जइ तेण संसारो ॥२४॥
સંસ્કૃત છાયા ध्यायेत परमात्मा आत्मसमानो गण्येत परोऽपि । क्रियेत न रागदोषः छिद्येत तेन संसार ॥२४॥
સવૈયા છન્દ ભવના ભ્રમણો છોડી તમને મુક્તિ પામવા ઈચ્છા થાય, તો ભવતારકજિનનું સદાયે ધ્યાન ધરવું યોગ્ય ગણાય. આ જગના વળી સવિજીવને સરખા ગણવા પ્રીતિ કરાય, આવું કરતા સર્વજીવના રાગદોષ પણ દૂર જાય..ર૪ના
૩૬
Page #38
--------------------------------------------------------------------------
________________
અર્થ - જો તમને સંસારના ભ્રમણો છોડી મુક્તિ પામવાની ઈચ્છા થતી હોય તો તારક એવા જિનેશ્વર પરમાત્માનું સદા ધ્યાન કરો અને સર્વ જીવોને સમાન માનતા થાવ. દરેક જીવમાં કેવલ જ્ઞાનાવરણ અને અસંખ્યાતા આત્મપ્રદેશો હોય છે. આ દષ્ટિએ સર્વ જીવો સમાન છે એટલે સર્વના પ્રત્યે પ્રીતિ કરવી.
(શ્લોક-૨૫) उवएस रयणमालं, जो एवं ठवइ सुटुनिअकंठे। सो नर सिवसुह लच्छी, वत्थयले रमइ सया ॥२५॥
સંસ્કૃત છાયા उपदेश रत्नमालाम् य एव स्थापयति सुष्ठनिजकण्ठे। स नरः शिवसुखलक्ष्मी वक्षस्थळे रमते सदा ॥ २५ ॥
સવૈયા છન્દ ઉપદેશ રત્નમાલાને જે સ્વના કંઠે ધારે સદાય, શિવસુખરૂપી લક્ષ્મીનાતે વક્ષસ્થળના ભોકતા થાય, દ્રવ્ય ઉચ્ચને પામી જીવો સદાય માટે સુખી થાય, નિજના ગુણને ભોગવવાથી ભવ્યો કિમનસુખી થાય.રપ
(૩૭)
૩૭.
Page #39
--------------------------------------------------------------------------
________________
અર્થ-ઉપદેશરનામાલા એ એક અર્થથી બહુ મોટી માળા છે. શબ્દથી મધ્યમ છે. આ માળાને જે સદાય કંઠમાં ધારણ કરે છે, અર્થાત તેનો પાઠ કરે છે તે શિવસુખરૂપી લક્ષ્મીના વક્ષસ્થળના ભોક્તા થાય છે અને જેને ઉચ્ચ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે, તે સદા સુખી થાય છે. અથવા આત્માના પોતાના ગુણોને ભોગવવાથી કોણ સુખી ન થાય.
(શ્લોક-૨૬) एअंपउमजिणेसर, सूरि वयणगुंफरम्मिअं वहक। भव्व जणो कंठगयं, विहलं उवएस मालमिणं ॥२६॥
સંસ્કૃત છાયા एतत् पदमजिनेश्वर, सूरि-वचन गुम्फरम्यं वहतु । भव्यजनः कण्ठगतं, विपुल उपदेशमालामेनाम् ।॥२६॥
સવૈયા છન્દ પદ્મજિનેશ્વર ગુરુના વચનો ગુંથનથી રમણીય જણાય, પણ એ વચનો પારખવાને ચતુર બનવું યોગ્ય ગણાય. રચિત તેની ઉપદેશમાલા છવ્વીશ છન્દ સહિત ગણાય, આ શ્લોકોને કંઠે કરતા ભવસમૂહને પાર પમાય..રદી
(૩૮)
૩૮)
Page #40
--------------------------------------------------------------------------
________________
અર્થ:- શ્રી પદ્મજિનેશ્વર સૂરિજીએ શાસ્ત્રના વચનનું ગુંથન સારૂં
-
કર્યું છે પણ તેને જાણવા માટે પારખવા માટે ચતુર બનવું પડે તેમ છે. મહાજ્ઞાનીના વચનો જાણવા માટે આગમનીતિનું અને અનેક ભાષાનું અને વ્યવહારનું જ્ઞાન આવશ્યક હોય છે. બીજુ આ ઉપદેશ રત્નમાલામાં કુલ ૨૬ તથા સવૈયા છન્દો રચનારનો શ્લોક એમ કુલ ૨૭ ગાથા અર્થ સાથે લખી છે. આ શ્લોકોને કંઠે કરતા ઘણો લાભ થાય અને સતત ધર્મમાં મગ્ન રહેતા આત્મકલ્યાણ થાય
છે.
શ્લોક-૨૭
નીતિને વૈરાગ્ય છે જેમાં, ઉપદેશરત્નમાલા ગ્રન્થ, પદ્મજિનેશ્વરે યત્ન રચિયો પ્રાકૃતભાષામાં ઉમંગ, જેની સંસ્કૃત છાયા કરતા પૌરિક પંડિતે લીધો યશ, છન્દ સરૈયા સાથે લખીને ગુરુને કુન્દે આપ્યો યશ. ॥૨॥
અર્થ:- નીતિશાસ્ત્ર અને વૈરાગ્યની વાત વિશેષે જેમાં છે, એવો ઉપદેશરત્નમાલા નામનો ગ્રન્થ પૂજ્યપાદ આચાર્ય શ્રી પદમજિનેશ્વર સૂરિજી મહારાજે પાકૃતભાષામાં ‘૨૬’, શ્લોક પ્રમાણ રચેલ છે. જેની સંસ્કૃત છાયા પંડિત પૌરિકભાઈએ કરીને યશ લીધો છે. અને મૂળ શ્લોકના અનુસારે તેમજ કોઈ કોઈ જગ્યાએ કાંઈક અધિક પણ, સવૈયા નામના માત્રા છન્દમાં કે જેમાં
૩૯
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૬+૧૫ માત્રા આવે છે. એવા ર૭ શ્લોકો પુ.શાસન સમ્રાટ સમુદાયના સમર્થ વિદ્વાન પૂજ્ય આચાર્યશ્રી ધર્મધુરન્ધર સૂરિજી મહારાજના શિષ્ય આચાર્ય કુન્દકુન્દરિએ બનાવી તેના અર્થ લખી પૂજય ગુરુવર્યને સમર્થ વિદ્વાન પૂ.આચાર્યશ્રી ધર્મધુરન્ધર સુરિજી મ.સા.ને યશ આપ્યો છે.
ધરણીધર પ્રિન્ટીંગ પ્રેસ – અમદાવાદ :- 9426413912
૪૦)
Page #42
--------------------------------------------------------------------------
________________ धुरन्धर विचार १.जे परमात्मानुं ध्यान धरे छे - तेनुं ध्यान परमात्मा राखे छे. 2. दुर्जन थी बचवा माटे दुर्जन थq ए मार्ग नथी.. 3. जे समयने ठेले छे तेने समय पण ठेले छे. ने ले . . . . . . . 4. भले थई जाय' एम बोलाय छे, पण थई गया पछी भले' भागी जाय छे अने 'अरे' आवी जाय छे. ५.जर होय तो सजर पण अजर गणाय छे. अने जर न होय तो अजर पण सजर गणाय छे......... ६.खरो माणस नखरा करतो नथी........ 7. कार्यनी कठिनता अने सरलतानो आधार आवडत उपर छे. 8. सशक्तने हवामान असर करतुं नथी. 9. जगत मां अबला जेवी कोइ बला नथी. dharnidhar: 94264 13912