Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 37
________________ અર્થ-સાહિત્યમાં સેંકડો છન્દો હોય છે. પણ પ્રચલિત નાનામાં નાનો અનુપ છન્દ હોય છે. એમનાનો છન્દ શીખતાં શીખતાં મોટો છન્દ શિખાય છે. તેવી રીતે નાનામાંથી મોટા થવાય છે. અને મોટાના નામે પડઘમ વાગે છે. મોટા થયા પછી ગમે તેટલી શક્તિ મળે તોય ગર્વનકરવો. ગર્વ કરવાથી મળેલી વસ્તુ ચાલી જાય છે અને દુઃખો આવી પડે છે. અને સારી રીતે જીવતાં ઉત્તમ ચન્દ્ર જેવા ગુણો પ્રાપ્ત થાય છે. (શ્લોક-૨૪) झाइज्जइ परमप्पा अप्पसमाणो गणिज्जइ परोपि। किज्जइ न रागदोसो छिन्निज्जइ तेण संसारो ॥२४॥ સંસ્કૃત છાયા ध्यायेत परमात्मा आत्मसमानो गण्येत परोऽपि । क्रियेत न रागदोषः छिद्येत तेन संसार ॥२४॥ સવૈયા છન્દ ભવના ભ્રમણો છોડી તમને મુક્તિ પામવા ઈચ્છા થાય, તો ભવતારકજિનનું સદાયે ધ્યાન ધરવું યોગ્ય ગણાય. આ જગના વળી સવિજીવને સરખા ગણવા પ્રીતિ કરાય, આવું કરતા સર્વજીવના રાગદોષ પણ દૂર જાય..ર૪ના ૩૬

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42