Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 34
________________ ઘરે પુરુષ ન હોય તો બહારથી જ પાછા આવવું યોગ્ય છે. અને જે કોઈ નિયમો લીધા હોય તેને સારી રીતે પાળવા. ભગવાનની જેમ દક્ષપ્રતિજ્ઞ થવા કોશિશ કરવી. આવી રીતે નિયમો પાળતા આગળ જવાય અને ક્રમિક મોક્ષમાં પણ જવાય. (શ્લોક-૨૧) भुंजइ भुंजाविज्जइ पुच्छिज्ज मणोगयं कहिज्जसयं । दिज्जइ लिज्जइ उचिअं इच्छिज्जइ जइथिरपिम्मं ॥ २१ ॥ સંસ્કૃત છાયા भुङकते भोज्येत पृच्छ्येत मनोगतं कथ्येत स्वयम्। दीयते गृहयते उचितं इष्येत यदि स्थिरप्रेम ॥२१॥ | સવૈયા છન્દ મિત્રોની આપેલ વસ્તુને લેવી આદરપૂર્વકભાય, સમય આવતા મિત્રોને પણ, પ્રેમે દેવી યોગ્ય ગણાય, મિત્રોનું ભાવે ખાવુંને ખવરાવવું પણ યોગ્ય ગણાય, ગુપ્ત વાત કેવી સાંભળવી મૈત્રીના લક્ષણ કહાય..રા અર્થ-મિત્રો પ્રેમથી કંઈક આપતા હોયતો લેવું અને સમય આવે પ્રેમપૂર્વક મિત્રોને કાંઈદેવું. અવસર આવે તો મિત્રોને ત્યાં ભોજન - - ૩૩)

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42