________________
અર્થ - જો તમને સંસારના ભ્રમણો છોડી મુક્તિ પામવાની ઈચ્છા થતી હોય તો તારક એવા જિનેશ્વર પરમાત્માનું સદા ધ્યાન કરો અને સર્વ જીવોને સમાન માનતા થાવ. દરેક જીવમાં કેવલ જ્ઞાનાવરણ અને અસંખ્યાતા આત્મપ્રદેશો હોય છે. આ દષ્ટિએ સર્વ જીવો સમાન છે એટલે સર્વના પ્રત્યે પ્રીતિ કરવી.
(શ્લોક-૨૫) उवएस रयणमालं, जो एवं ठवइ सुटुनिअकंठे। सो नर सिवसुह लच्छी, वत्थयले रमइ सया ॥२५॥
સંસ્કૃત છાયા उपदेश रत्नमालाम् य एव स्थापयति सुष्ठनिजकण्ठे। स नरः शिवसुखलक्ष्मी वक्षस्थळे रमते सदा ॥ २५ ॥
સવૈયા છન્દ ઉપદેશ રત્નમાલાને જે સ્વના કંઠે ધારે સદાય, શિવસુખરૂપી લક્ષ્મીનાતે વક્ષસ્થળના ભોકતા થાય, દ્રવ્ય ઉચ્ચને પામી જીવો સદાય માટે સુખી થાય, નિજના ગુણને ભોગવવાથી ભવ્યો કિમનસુખી થાય.રપ
(૩૭)
૩૭.