________________
( ૭૮ ).
અર્થ –(૨) હે ચેતન ! (અવિરતવત્તા) હિંસારંભાદિકથકી વિરતિ રહિત છે ચિત્ત જેનું એવા અને (વિવવશીતાર) ઇદ્રિના વિષયને વશ થયેલા એવા પ્રાણીઓ (પો) આ ભવને વિષે અને પરભવને વિષે (વિતતાન) ચિરકાળ સુધી ગવાય તેવા વિસ્તારવાળા (વિપવિનિ) કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલા (વિદુરાત્તાનિ ) નિરતર સેંકડે દુઃખને (વિષ ) સહન કરે છે. ૩.
વિરતિ એટલે પચ્ચખાણ અર્થાત ત્યાગ આની ખાસ જરૂર છે. સાચા ઉપદેશની અસર તળે અથવા શાંત એકાગ્રતામાં સારા નિશ્ચય થાય તે વખતે સુંદર જીવનધોરણ મુકરર કરી નાખવું અને તેને ગમે તેટલી અગવડે કે ભેગે વળગી રહેવું એ પશ્ચ
ખાણુ કહેવાય છે. તે કરવાથી જીવને વિનાપ્રયાસે મેટે લાભ થાય છે અને ન કરવાથી મોટા પાપકર્મને બંધ થાય છે માટે સમજુ પ્રાણીએ અવિરતિ–અત્યાગ દશામાં ન રહેતાં જેમ બને તેમ ત્યાગ કરવાનો નિશ્ચય કરે ઘટે. પણ જો પાપકર્મના ગરનાળાં ખુલ્લાં જ મૂકવાં હોય તો પછી કર્મોની વિપાક દશા પ્રાપ્ત થાય ત્યારે હાયવોય કરવી ન ઘટે. સમજણપૂર્વક સ્વેચ્છાથી ત્યાગ થાય તો એથી એને ખૂબ લાભ મળે. આ અવિરતિ નામનો આશ્રવને બીજે ભેદ પણ તજવા યોગ્ય છે. ૩. करिझषमधुपा रे, शलभमृगादयो, विषयविनोदरसेन । हन्त लभन्ते रे, विविधा वेदना, बत परिणतिविरसेन ॥परि० ४॥
અર્થ છે પ્રાણી ! (મિધુપ) હાથી સ્પર્શ ઈદ્રિયવડે, મત્સ્ય જિહ્વા ઇન્દ્રિયવડે, ભમર ધ્રાણેન્દ્રિયવડે (રામકૃદય) પતંગ ચક્ષુ ઇંદ્રિયવડે અને મૃગ બેંદ્રિયવડે (વત) ખેદની વાત છે કે ( તિવિલેજ) પરિણામને વિષે વિરસ