________________
(૨૮) વિજયલબ્ધિસદાલહીરે લોલ,નિત્યનિત્યવિવિધવિનેદરે સુગુણનર ! સમકિતદૃષ્ટિ સાંભળો રે લોલ. ૮.
બીજની સઝાયને અર્થ બીજ ( દ્વિતીયા તિથિ) ભવ્ય જીને કહે છે કે તમે હદયમાં રીઝ (પ્રીતિ) આણુને હું કહું છું તે સાંભળો. હે ભવ્ય ! તમે સુકૃત કરણરૂપ ક્ષેત્રમાં સમકિતરૂપ બીજ વાવે. ધર્મની સાથે પ્રીતિ કરવારૂપ વ્યવહારને નિશ્ચળ કરજો કે જેથી આ ભવમાં, પરભવમાં ને ભવોભવમાં તમારો જયજયકાર થાય. ૧-૨. હવે ઉપર બતાવેલા ક્ષેત્રમાં તમારે ક્રિયારૂપ ખાતર નાખવું અને સમતારૂપ ખેડ કરવી. પછી ઉપશામરૂપી જળ સિંચવું કે જેથી સમક્તિરૂપ છોડ ઊગે. ૩. પછી એ ક્ષેત્રને સંતોષરૂપ વાડ ચારે બાજુ થરવાળી કરજે. વ્રતપશ્ચખાણ રૂપ ચોકીદાર રાખીને કર્મરૂપ ચેરને ચોરી કરતા વારજે. ૪ આ પ્રમાણે કરવાથી સમતિ રૂ૫ વૃક્ષ મેરશે ને તેને અનુભવરૂપ મંજરી આવશે. પછી શ્રુત ને ચારિત્રરૂપ ફળ આવશે–ઉતરશે. તે ફળને તમે સારી રીતે સમજીને ચાખજે. ૫. તે ફળમાં જ્ઞાનામૃતરૂપ રસ હોય છે તે પીજે અને સમભાવરૂપ તંબળનો સ્વાદ લેજે. આ પ્રમાણે કરવાથી તમે તે રસવડે સંતોષને પામશો તેમ જ ભવસમુદ્રના કિનારાને મેળવશે. ૬. આ પ્રકારે હે ભવ્યજી ! તમે બીજના પર્વને સહે. તેનું આરાધન રાગદ્વેષ તજીને કરો કે જેથી કેવળજ્ઞાનરૂપ કમળા(લક્ષ્મી)ને પામે અને સારા વેશવાળી મુક્તિરૂપી સ્ત્રીને વ. ૭. આ પ્રમાણે સમિતિરૂપ બીજને જે સંગ્રહ–જાળવે તે નરકનિગોદને ટાળે-નરકનિગોદમાં ન જાય અને વિજયરૂપ લબ્ધિને પામીને નિરંતર નવા નવા વિવિધ પ્રકારના વિનેદને લહેમેળવે. ૭. (કર્તાએ પિતાનું લબ્ધિવિજય નામ પણ સૂચવ્યું છે.)
ઈતિ બીજની સઝાયને અર્થ