________________
(૨૧૧) યમનું પાલન કરવામાં પણ તત્પર થાય અને તેની પ્રમાદદશા ત્યાજ્યભાવને પામે અર્થાત્ ઓછી થાય–ઘટે–ચમપાલનમાં આગળ વધે. ૩. ત્રીજે યમે તે યમી નિરતિચારી, અપ્રમત્ત શુભ રૂપે રે; પરિસહપરને વેરી પાસે, હેયતે શાંતરસફરે. અનુ૦૪,
અર્થ–ત્રીજા યમમાં તે સ્થિર ભાવવાળે યમી નિરતિચારપણે પાંચે યમને પાળે અને અપ્રમત્ત એવા શુભરૂપને-સ્વરૂપને પ્રાપ્ત કરે–અપ્રમત્ત મુનિ થાય અને પરિસહ સહેવામાં તેમજ અન્ય વૈરીઓ સમીપે તે શાંતરસના ફૂપ સરખે થાય. અર્થાત્ પરિસહો શાંતપણે-કોઈની ઉપર દ્વેષ, ખેદ કે અભાવ લાવ્યા વિના સમભાવે સહન કરે. પૂર્વ કર્મના ઉદયરૂપ જ તેને જાણે અને પિતાના વૈરી પાસે–પિતાને દુ:ખ દેનાર પાસે તે શાંતરસના કૂપ સમાન થાય અર્થાત્ અન્ય જીવોને માત્ર નિમિત્ત કારણ જાણીને કેઈને વૈરી ન ગણતાં સર્વને મિત્ર રૂપ સમજી, શાંતરસના કૂવા જે શાંતરસથી ભરેલો થઈ અહર્નિશ શાંતભાવનું જ પિષણ કરે. અપ્રમત્ત મુનિપણને બરાબર દીપાવે, શોભાવે, વ્રતાદિકમાં અતિચાર પણ લગાડે નહીં. ૪. સિદ્ધ યમ તે ચે કહીએ, પરાર્થક સાધક શુદ્ધ રે; ભણે મણિચંદ્ર ગદષ્ટિ, વચન શ્રી હરિ બુદ્ધ રે.
અનુ૦ ૫. અર્થ: ચેથા સિદ્ધ નામના યમમાં અનુભવી આત્મા પરાઈને કરનારે પરમાર્થ રસિક થાય. અહર્નિશ અન્ય પર પરોપકાર કરવામાં જ તત્પર થાય અને શુદ્ધ એ સાધક બને. એટલે કે સાધ્ય જે મોક્ષ, તેને સાચે સાચો શુદ્ધ પરિણતિવાળે સાધક થાય. સાધકપણુમાં જ આગળ વધતું જાય. મુનિ મણિચંદ્ર કહે છે કેઆ પ્રમાણે ગદષ્ટિસમુચ્ચયમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહેલ