________________
( ૨૦૦ )
ઉપાધ્યાયના ગુરુ શ્રીકીર્તિવિજય ઉપાધ્યાય હતા. લગભગ દરેક ઠેકાણે પાતાનું નામ લખતી વખતે લેખકશ્રીએ પેાતાના ગુરુનુ‘ નામ કીર્તિ ' એટલું તા જરૂર લખ્યુ છે. ૪.
6
शिखिनयनसिन्धुशशिमितवर्षे हर्षेण गन्धपुरनगरे । श्रीविजयप्रभसूरिप्रसादतो यत्न एष सफलोऽभूत् ॥ ५ ॥
ร
અ:—( ; ) આ ઉપર કહેલા ગ્રંથની રચનાવાળા ( યત્ન: ) ઉદ્યમ ( શિલિનયનલિમ્પુરાશિમિત૪ ) ૧૭૨૩ વર્ષે ( ગન્ધપુરનાર ) ગંધાર નામના અંદરમાં (જ્જૈન ) આનંદ સહિત ( શ્રીવિજ્ઞયપ્રમસૂરિપ્રસાત) શ્રીવિજયપ્રભસૂરિના પ્રસા દથી ( સ∞: ) સફળ (મૂવ્ ) થયા ૫.
(
આ ગ્રંથ ગ ́ધપુર નગરમાં પૂરા થયેલ છે, એ ગધપુર તે ગાંધાર ( જબુસર પાસે છે તે ) સંભવે છે. આ ગ્રંથ પૂરો થયા ત્યારે તપગચ્છના મુખ્ય આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિ હતા. તે વખતે તેમની આજ્ઞા પ્રવર્તતી હતી. એમનેા જન્મ વિ. સં. ૧૬૭૫, દીક્ષા સ. ૧૬૮૯, આચાર્ય પદ સ. ૧૭૧૩, સ્વર્ગગમન સ. ૧૭૪૯. તે સમયે જેનસમાજની દશા કેવી હતી અને ભારતની રાજકીયાદિ પરિસ્થિતિ કેવી હતી તે માટે જુએ એમનું જીવનવૃત્ત. હકીકત એમ જણાય છે કે વિજયદેવસૂરિએ પાતાની પાટે પેાતાની હયાતીમાં વિજયસિંહરિને સ્થાપ્યા. પણ એ વિજયસિંહસૂરિ તે વિજયદેવસૂરિની હયાતીમાં જ કાળ કરી ગયા તેથી વિજયદેવસૂરિએ વિજયપ્રભસૂરિને સં. ૧૭૧૧ માં આચાર્યપદવી આપી અને પોતે સ: ૧૭૧૩ માં કાળ કરી ગયા. એટલે આ ગ્રંથરચનાને સમયે વિજયપ્રભસૂરિ હતા. ૫.