________________
(૨૧૭ ) અર્થ–સુમતિને પરિવાર વધતો ગયો એટલે કે આત્મા ત્યાગ-વૈરાગ્યમાં વધતા ગયા. સંસારને તદ્દન અસાર જાણ તેની સાથે સર્વ સંબંધ તજી દીધે એટલે સુમતિએ તેને–આત્માને મુક્તિરૂપી સ્ત્રી સાથે-શિવવધૂ સાથે મેળાપ કરાવ્યું. ચેતનઆત્મા આપસ્વરૂપી--કમવરણ રહિત પ્રગટ ભાવે થયો ત્યારે તે નિર્ભય સ્થાનકને મેક્ષને અચળસ્થાનને પામ્યા. સંસારમાં ત્યાગને અંગે આ ક્રમ જ છે. એ ક્રમથી જ પ્રાણી આગળ વધી શકે છે. ૬. આપ સ્વરૂપ યથાસ્થિત ભાવે, જોઈને ચિત્ત આણે રે; સુમતિ કુમતિ પટંતર દેખી, ભણે મણિચંદ્રગુણ જાણે રે,
ચેતના) ૭ અર્થ:–ઉપર પ્રમાણે કહેવાની મતલબ એ છે કે-“હે ભવ્ય જી! તમે પિતાનું સ્વરૂપ યથાસ્થિતપણે જાણે-જુઓ અને તેને ચિત્તમાં ધારણ કરે. તેમ જ સુમતિ ને કુમતિનું પટંતર-તે બંનેમાં રહેલી જુદાઈ બરાબર સમજીને, સજઝાયના કર્તા મણિચંદ્ર મુનિ કહે છે કે–તમે તેના ગુણને જાણે-ઓળખે અને ગુણ એવી સુમતિને સ્વીકાર કરે છે જેથી ઉપર બતાવ્યા પ્રમાણે તમે પણ કમસર લાભ મેળવી ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરે.
આ પાંચે સઝા કંઠે કરવા જેવી છે અને તેના અર્થની વિચારણા કરવા લાયક છે તેથી અહીં સંક્ષેપમાં અર્થ લખવા પ્રયત્ન કર્યો છે. બાકી તેમાં રહસ્ય ઘણું છે.