Book Title: Shant Sudharas Sankshep
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 235
________________ ( ૨૨૬) જ્ઞાનવિમળ પ્રભુ ભક્તિથું રે લાલ, પ્રગટે સકળ ગુણુખાણ, વિ૰ સમ૦ ૯. સજ્ઝાયના અર્થ દુઃખને હરણુ કરનારું એવું દીવાળીનું પર્વ આ જગતમાં મહાવીર પરમાત્માના નિર્વાણુ સમયથી પ્રત્યું છે તે અત્યાર સુધી ઉત્સાહપૂર્વક પ્રવર્તે છે. હું ભવ્ય પ્રાણીએ! સમ્યગદ્યષ્ટિ જીવ! હું એ દીપાલિકા પર્વનું ભાવથી વર્ણન કરું છું તે સાંભળે. ૧. દર્શનની શુદ્ધિરૂપ ભિત શુદ્ધ કરીને સ્યાદ્વાદરૂપ ઘરને ધાળવું –ઉજજવળ કરવું. ચારિત્રરૂપ ચ ંદરવા બાંધવા અને દુષ્ક ની બુદ્ધિરૂપ રજને દૂર કરવી. ૨. જિનરાજની સેવા કરવારૂપ દિલના દેાઠાં (એક જાતના પકવાન)ની મીઠાશ લેવી. તેમ જ વિવિધ પદા (પદના અર્થા)ની ભાવના રૂપ પકવાનની રાશિ તૈયાર કરવી. ૩. ગુણીજનના ચરણકમળમાં નમવા રૂપ જુહાર ભટ્ટાર (પ્રણામ ) કરવા, વિવેકરત્નરૂપ મેરાઇયા કરવા અને ઉચિત સાચવવારૂપ દીપકાના સમૂહ પ્રગટાવવા. ૪. ( આ પ્રમાણે પ્રણામ કરી, મેરાઈયા કરી તથા દીપકેા કરીને પછી ) સુમતિ રૂપી જે સુનિતા ( સારી સ્ત્રી ) તેની સાથે મનરૂપ ઘરમાં નિવાસ કરવા. વિરતિરૂપ સાહેલી( સખી )ના સાથ કરવા–તેને પણ સાથે રાખવી અને અવિરતિ રૂપી અલી ( અલક્ષ્મીને ) દૂર કરવી—કાઢી મૂકવી. પ. મૈત્રી વિગેરે ભાવનાના ચિંતવન રૂપ સારા શણગાર સજવા. દર્શન ગુણુ રૂપ વાઘા પહેરવા અને પરોપકારરૂપ સુગંધી દ્રવ્યને ધારણ કરવું. ૬. હવે સિદ્ધિરૂપી સ્ત્રીનું પાણિગ્રહણ કરવાને અંગે કહે છે કે-પૂર્વે થયેલા સિદ્ધોને કન્યાના પક્ષે ગણવા અને અણુગાર જે મુનિએ તેને જાનૈયા બનાવવા. સિદ્ધશિલારૂપ લગ્નની શ્રેષ્ઠ વેદિકા સમજવી અને નિવૃત્તિરૂપી સ્રી જાણવી. ૭. ૧ વરને પહેરવાના વસ્રને વાધા કહે છે.

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238