Book Title: Karm Tani Gati Nyari Author(s): Arunvijay Publisher: N M Vadi Gopipura Surat View full book textPage 9
________________ બજારમાં વેચાઈ, વેશ્યા તરીકે જીવવું પડ્યું, નાટક કરીને પેટ ભરવું પડ્યું. ચંદનબાળા જેવીની શું દશા થઈ ? તે પણ કમસત્તાને આભારી છે. - કર્મ સત્તાનું એક હથ્થુ સામ્રાજ્ય નથી કેઈ ઈશ્વર, ઉપરવાળે, કે નથી કોઈ માલિક, જે જીવોને કર્મનાં સારાં-નરસાં ફળ આપતે હોય, છતાં પણ કર્મસત્તાનું એક હથ્થુ સામ્રાજ્ય સંપૂર્ણ વિશ્વ ઉપર પથરાયેલું છે, એની સાંકળ એટલી મોટી અને મજબૂત છે કે એના સકંજામાંથી મેટા માંધાતા રાજાઓ પણ બાકાત નથી. જગતના સૂક્ષ્મથી ભૂલ સર્વ જીવો કર્મસત્તાની પકડમાં બંધાયેલા છે. ડૉ. એલેકઝાંડર કેનને " હિટિક-ટ્રાન્સ” ના અનેક પ્રયોગ મનુષ્ય ઉપર કરીને પિતાના પુસ્તક “ધી પેવર વધીન” માં નેધ્યા છે અને એ સ્પષ્ટ કર્યું છે કે પૂર્વજન્મમાં આચરેલ શુભા-શુભ પ્રવૃત્તિના બદલામાં લોકો આ જન્મમાં એવા બન્યા છે. હકીકતમાં છે આ જન્મમાં જે સારું-નરસું પામ્યા છે તે ગત જન્મ(પૂર્વજન્મ)નું જ પરિણામ છે. જેમ પરીક્ષામાં પાસ-નાપાસ થવાનું પરિણામ આવે છે, તે જ પ્રમાણે સારા-નરસાનું પરિણામ પણ કરેલા કર્મને કારણે મળે છે. દુઃખી-દરિદ્ર, ભૂખ્યા-તરસ્યા, પીડિત મનુષ્યને જોઈને શું આપણે એ નિષ્કર્ષ નથી કાઢી શક્તા કે આ જીવે એવાં જ ભારે કર્મ બાંધ્યાં હશે, એવું જ કર્યું હશે, બીજાને ત્રાસ–પીડા પમાડી હશે, બીજાને ખાવાપીવા નહીં દીધું હોય, છતી શક્તિએ દાન-પુણ્ય નહીં કર્યું હોય.... જેના પરિણામે આજે એમને આ દુઃખે ભોગવવાં પડે છે. ' Law of Cause and effect. વાવે તેવું લણે અને કરે તેવું પામે : કર્મસત્તાને આ એક અફર નિયમ છે. માનવી કદાચ ગમે તેવા એકાંત-નિર્જન છૂપા પ્રદેશમાં પાપ કરે અને ભલે કોઈ દેખે કે ન દેખે, પણ તેનું પાપ તેના કપાળે લખાઈ જ જાય છે. માટે જ કહ્યું છે કે–“મનુષ્ય અને પિતા યં હૈ !આપણું ભાવિ આપણું હાથમાંPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 524