Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 3
________________ પ્રસ્તાવના. જુદે જુદે વખતે આચાર્યશ્રી વિજયેન્દ્રસૂરિએ લખેલાં ત્રણ વ્યાખ્યાને અથવા નિબંધેને આ ન્હાના પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલું વ્યાખ્યાન વૃંદાવન ગુરૂકુળમાં, વિદ્યાપરિષદ્ગા પ્રમુખ તરીકે આપ્યું હતું. બીજું વ્યાખ્યાન શ્રીદયાનંદશતાબ્દિ પ્રસંગે મથુરાની ધર્મપરિષદમાં આચાર્યશ્રીના ખાસ પ્રતિનિધિ દેશી ફૂલચંદ હરિચંદે વાંચી સંભળાવ્યું હતું અને ત્રીજું વ્યાખ્યાન, કલકત્તાની ઇડીયનફીલોસોફીકલ કેગ્રેસમાં જનતત્ત્વજ્ઞાન વિષેના નિબંધ રૂપે હતું. ઇતર સંપ્રદાયના ઉત્સવમાં એક જૈનાચાર્યની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે એ આ નવયુગના વિચાર ઔદાર્યનું એક શુભ ચિહ્ન છે, આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિએ પ્રમુખના ઉચ્ચ આસને બેસી આર્યની જે સુંદર વ્યાખ્યા સંભળાવી છે, જૈનદષ્ટિએ આર્યોના જે પ્રકાર વર્ણવ્યા છે તે કેવળ આર્યસમાજને સારૂ કે જૈનસમાજને સારૂ ઉપ ગી છે, એમ કઈ જ નથી. “યજવા યોગ્ય જે હોય તેને તજી દઈ ગ્રહણ કરવાયોગ્ય સદ્ગણોને સ્વીકાર કરે, તે આર્યત્વ છે,” એ સૂત્ર આ વીસમી સદીના વાતાવરણને પણ સર્વથા ઉચિત છે, પિતપોતાના સંપ્રદાયની કેવળ મહત્તા ગાવાને બદલે જેઓ છતર બધુ સંપ્રદાય વચ્ચે ઐક્ય અથવા સમન્વયની આવી કડીઓ યોજે છે, તેઓ ધર્મની તેમજ રાષ્ટ્રની પણ અમૂલ્ય સેવા કરે છે. પ્રાન્ત, દેશ કે વાડાના ભેદ જે વખતે ભૂલાતા હેય, મનુષ્ય બીજા ક્ષુદ્ર સંબધોને વિસારી વિરાટ માનવ સંબંધ વિચારતો હોય તે અવસરે આવા ઉદાર દષ્ટિબિંદુ સમજાવવા, ઉપદેશવા એ પ્રત્યેક ધર્માચાર્યનું એક આવશ્યક કર્તવ્ય બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 68