Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
પંજથી ખુલ્લાં રહ્યાં હોય એવા જમાના બહુ ઓછા હોય છે. વધારે જમાના તે એ સત્યની વિડંબના કરી, જનતાનાં મન સત્યથી વિમુખ ક્યના જ આવે છે – આવ્યા હોય છે. દરેક આચાર્ય કે ગુરુ વિષે એમ જ કહેવાનો પ્રયત્ન થતું હોય છે કે, તેમને જ સંપૂર્ણ સત્ય હાંસલ થયું છે અને તેમનામાં શ્રદ્ધા રાખે અને બીજા પ્રત્યેની શ્રદ્ધા તજે, તે જ ઉદ્ધાર થાય. એવી અંધશ્રદ્ધાના જે જમાના હોય છે, તે જ વધુ ખતરનાક હોય છે. કારણકે, તેનાથી આધ્યાત્મિક માર્ગે પ્રયાવ આદર્યાને ખોટો. અહંભાવ મુગ્ધ લોકોમાં સાથોસાથ ઊભો થતો જાય છે, અને તે પ્રમાણમાં અધ્યાત્મમાર્ગે સાચા પ્રયાણનું દ્વાર ભિડાઈ જાય છે.
સુધારક શીખ ગુરુએ ભારતવર્ષના આધ્યાત્મિક ઈતિહાસના એક અસામાન્ય અંધ યુગમાં અધ્યાત્મમાર્ગની આસપાસ ઊભા થયેલા કોટલાને તેડી આપીને કેવી રીતે ધર્મ-ગંગાને મુક્ત કરી, એ મુદ્દા ઉપર જવા માટે જ આ પ્રાસ્તાવિક પ્રકરણ આરંભ્ય હેઈ, હિંદુધર્મ અને મુસલમાન ધર્મ એ બે ધર્મો અંગેની વાત જ આપણે માટે પ્રસ્તુત છે. ખ્રિસ્તી ધર્મને તે જમાનામાં ઉત્તર ભારત ઉપર હુમલો શરૂ થયો નહોતે.
મુસલમાન ધર્મ, ભારતમાં, પારકાને મુલક અને પારકાની સંપત્તિ પડાવી લેવા ઇચ્છનારા નિકૃષ્ટ કોટીના સેનાપતિઓ અને ભાડૂતી લૂંટારુઓ દ્વારા જ પ્રવેશેલે હોઈ, તે ધર્મના તત્વને સીધો સંપર્ક, લેકોને બહુ પછીથી તે ધર્મના સાચા ઓલિયાઓ અને સંત દ્વારા થયો. ત્યારે પણ, મુસલમાન ધર્મને પહેલેથી રાજ્યસત્તા સાથે સાંકળી લેવામાં આવ્યો હોવાથી, સાચા સંત-ફકીરો મુખ્યત્વે હિંદુસંન્યાસીઓની પેઠે, જગતના ઘમસાણથી દૂર રહીને જ પિતાની ધર્મસાધના કરતા. સામાન્ય વ્યવહારમાં તે લેભી અને ભ્રષ્ટ કાજીઓ તથા મુલ્લાંઓ જ ધર્મપુરુષો તરીકે રાજ્યાશ્રયે કામગીરી બજાવતા.
અને હિંદુ ધર્મની વાત કરીએ, તે શ્રીકૃષ્ણ પછી અર્થાત મહાભારતના કારમા યુદ્ધ બાદ તો કળિયુગનો જ પ્રારંભ થયેલ મનાય છે. અર્થાત એ યુદ્ધને પરિણામે ભારતવર્ષમાંથી જાણે ધર્મમાત્રનું નિકંદન નીકળી ગયું અને સાક્ષાત કળિયુગ જ પ્રવર્તમાન થયો. યુગોની પરિભાષામાં જ કહીએ તે ત્યારથી માંડીને સત્યને (સત્યયુગ), તપન (ત્રેતાયુગ), અને યજ્ઞનો દ્વાપરયુગ) – એ ત્રણની પરંપરા લુપ્ત થઈ. જે કંઈ બાકી રહ્યું તે કેવળ ધર્મનું બાહ્ય નામ-રૂપ કે તેની મિથ્યા વાતે.
અલબત્ત, યજ્ઞ અને તપનાં વિવિધ કર્મ ચાલુ રહ્યાં; પણ એવાં નિર્જીવ કે જુદા જુદા શ્રમણમાર્ગોએ એ બધાંની નિર્માલ્યતા કે મિથ્યાપણું પ્રગટ કરી બતાવીને જ પોતાના ધર્મમાર્ગને પ્રચાર આરંભ્યો.
પરંતુ એ શ્રમણમાર્ગીઓનાં તપ-ધ્યાનમાં પણ કર્મત્યાગનું મિથ્યાપણું પેસવાને વાર લાગે તેમ ન હતી. અને થોડા વખતમાં પેસી પણ ગયું!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org