Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
गगनमै थाल रवि चंदु दीपक बने तारिका मंडल जनक मोती ।
धूपु मलआनलो पवणु चवरो करे सगल बनराइ फूलंत जोती ॥
कैसी आरती होइ भवखंडना तेरी आरती अनहता सबद बाजंत भेरी ॥
ગગનરૂપી થાળ છે, સૂર્ય અને ચંદ્ર બે દીવા છે, તારાઓનું મંડળ (એ થાળમાં વિખેરેલાં) મોતી છે, (ચંદન વૃક્ષોથી છવાયેલા) મલય પર્વત ઉપરથી આવતા પવનનો ધૂપ છે, વાયુદેવ ચમર ઢોળે છે, ફૂલોથી ખીલી ઊઠેલી આખી વનરાજી (આરતીની સળગતી) શગો છે, અને અનાહત નાદરૂપી ભેરીઓ (સતત) વાગ્યા કરે છે. હે ભવ-ખંડન પરમાત્મા, એવા તમારી બીજી આરતી હું શી ઉતારું ?
[રાગ ધનાસરી, મ૦ ૧, પૃ૦ ૬૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org