Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
૧૫
સિધ-ગોસટિ ૮ આમ (વિચરવાથી અને વિહરવાથી) અમને સંસારનો કશો મેલ કે લેપ લાગતો નથી.'
ગોરખના શિષ્ય લોહારીપાએ ઉમેર્યું: “યોગ – માર્ગનો (સાચો) વિધિ એ જ છે.' [૭]
नानक० "हाटी बाटी नीद न आवै
पर घरि चितु न डोलाई । बिनु नावै मनु टेक न टिकई
___ नानक भूख न जाई ॥ हाटु पटणु घरु गुरू दिखाइआ
सहजे सचु वापारो । खंडित निद्रा अलप अहारं નાનક તસુ વીવારો | ૮ || -
અર્થ (નાનકે જવાબમાં કહ્યું :-)
હાટમાં રહો કે વાટમાં, ક્યાંય ઊંધતા રહેવું ન ઘટે; તથા પારકાની સ્ત્રી (કે પારકા ધન) જોઈ મન ચંચળ થઈ ઊઠવું ન જોઈએ. : “ખરું કહીએ તો) ભગવાનના નામ વિના મન સ્થિર થતું નથી તથા તેની ભૂખ ઊતરતી નથી. - “બજાર તેમજ વસ્તી (કે વન-જંગલ) મારા અંતરમાં રહેલાં છે, એવું સગુરુએ મને સમજાવી દીધું છે અને સાહજિક રીતે મેં સત્ય-પરમા-માનો સોદો માંડયો છે :
હું ઓછું ઊંધું છું અને ઓછું ખાઉં છું – (તથા ભગવાનનું નામ જગ્યા કરું છું.) આ સાચું તત્ત્વજ્ઞાન (મને સમજાયું) છે. [૮]
૧. હાટુ પરનું - બજાર અને નગર. ૨. ઘર | ૩, વંદિત !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org