Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
જપુછવિશેષ ધ કરે તેને જ મળે છે. અર્થાતુ પરમાત્માને પ્રસન્ન કરવા જોઈએ તેમની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ.
એ જ વસ્તુ ૩૪મી કડીમાં પણ જણાવી છે કે, પરમાત્મા કશી કિયાથી અંતરમાં સ્થાપી શકાતા નથી કે ઊભા કરી શકાતા નથી – તે બધી ક્રિયાઓનાં પરિણામથી અલિપ્ત છે.
તેમને પામવા હેય તે ૩૬–૩–૧૮મી કહીએમાં જણાવ્યા પ્રમાણે તેમને ભક્તિભાવથી સેવવા જોઈએ, અને મનમાં તેમને માટે ભાવ-પ્રેમ ધારણ કરવા જોઈએ. કારણકે, ૨૭મી કડીમાં કહ્યું છે તેમ, ભગવાન સાથે વાત કરવાની એક જ ભાષા છે– ભાવ-પ્રેમ!
પણ ભગવાનમાં ભાવ-પ્રેમ પણ કંઈ આપણા ધાર્યા ઊભા કરી શકાતા નથી. તેને માટે ૪૦મી કડીમાં જણાવ્યા પ્રમાણે “ગુરુમુખ થવું જોઈએ. અર્થાત સદ્ગુરુપૂરા ગુરુ - નાં સેવા-સંગ પ્રાપ્ત કરવાં જોઈએ. ગુરુ નાનક વારંવાર જણાવ્યા કરે છે તે પ્રમાણે –
सतिगुरु बाहुं न पाइओ सभ थकी करम कमाइ जीउ । - બધા ગમે તેટલાં કર્મ કરીને થાકે, પણ સગરુ મળ્યા વિના પરમાત્મા ન મળે. (સિરી રાગ, મ૦ ૧, ઘરુ ૩, ૫૦ ૭૧, ૧–૧૩)
પરમાત્માએ આપણ જીવ ઉપર દયા કરીને – सतिगुर विचि आपु रखिओनु, करि परगटु आखि सुणाईआ ।
-સદ્ગુરુની અંદર (પરમાત્માએ) પિતાની જાતને સ્થાપી છે, તેથી સદ્ગુરુ આપણને પરમાત્માનું સ્વરૂપે પ્રગટ કરી બતાવે છે અને કહી સંભળાવે છે.
કડી ૪૦: કુમુદ્ધિ નારં– જે ગુરુમુખ થાય, તે નાદ સાંભળી શકે... સરખા ‘સિધ-ગોટે રામકલી, મ૦ ૧-૬૫:
अनहद बाणी गुरमुखि जाणी बिरलो को अरथावे ।। – ગુરુમુખ થનાર અનાહત નાદ સાંભળી શકે કઈ વિરલે તે કમાણી કરે.
નાવુિં એટલે અનાહત નાદ, જે પરમાત્માને જ ધારણ કરતો હોય છે. “fasવોટ” રામકલી મ૦ ૧-૫૪માં ગુરુ નાનક જણાવે છે કે, સુંનું સવકુ અપરિ ઘરે-'શૂન્યમાં ગાજતો અનાહત નાદ અપરંપાર પરમાત્માને ધારણ કરતે હોય છે.'
વળી ત્યાં જ પદ પ૩માં તે કહે છે – नउ सर सुभर दसवै पूरै तह अनहत सुन बजावहि तूरें। साचै राचे देखि हजूरे घटिघटि साचु रहिआ भरपूरै ॥ .
- નવ (ઈન્દ્રિય-) દ્વાર બંધ કરીને દશમે દ્વારે પહોંચે, ત્યારે શ્રીકાશ અનાહતનાદની ભેરીએથી ગાજી ઊઠે. પછી ઘટઘટમાં ભરપૂર વ્યાપી રહેલા સત્ય પરમાત્માને હાજરાહજૂર જોતાં, સાધક તે સત્ય પરમાત્મામાં લીન થઈ જાય. ૫૦-૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org