Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 62
________________ વનસ્પતિ ગ્લિસરીન, મોટો ભાગ પ્રાણિજ ગ્લિસરીનનો હોય છે. તેનો ઉપયોગ દવા, ટૂથપેસ્ટ, ક્રીમ, કાજલ, શેમ્પ, મલમ, રબર, સ્ટેમ્પપેડની શાહી, કેટલાક પ્રકારની ટોફી વગેરેમાં ટકાઉપણું તથા મુલાયમતા લાવવા માટે થાય છે. ચરબી કતલ કરેલાં કોઈપણ પ્રકારના જનાવરમાંથી મેળવાય છે. એનો ઉપયોગ બજારની હલકા પ્રકારની મીઠાઈઓમાં, સસ્તા પ્રકારની રાંધેલી વસ્તુઓમાં, સસ્તી ખારી બિસ્કિટ કે આવી બીજી વસ્તુઓને ઘી કે તેલની બદલીમાં તળવામાં, શુદ્ધ અથવા વનસ્પતિ ઘીમાં ભેળસેળ કરવામાં, સાબુમાં તથાઘણીવાનગીઓમાં બહોળો ઉપયોગ થાય છે. ૯) જિલેટીનઃ કતલ કરેલાં જાનવરોનાં હાડકાં અને ચામડાંમાંથી મેળવાય છે તેનો ઉપયોગ જેલી, પુડિંગ, આઈસકેન્ડી, કેટલાક પ્રકારની એકસ્ટ્રા સ્ટ્રોંગ પીપરમીંટ, મ્યુઈગ-ગમ, ચોકલેટ અને ટોફિઓ, દવાઓ, ચલણની નોટો, અમુક રંગો, છાપવાની શાહી વગેરેમાં થાય છે. ૧૦) પ્લેસેન્ટાઃ કતલ કરેલાં ઢોરનાં બચ્ચાંમાંથી મેળવાય છે. તેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો અને હોર્મોનની સારવારમાં થાય છે. ૧૧) પેપ્સીન કલકરેલાં ડુક્કરના પેટનો રસ છે. તેનો ઉપયોગ ચીઝ બનાવતી વખતે મેળવણ તરીકે થાય છે. ૧૨) મટન અને બીફ ટેલોઃ કતલ કરેલાં ઘેટા-બકરાંમાંથી મેળવાયું હોય તો મટન ટેલો અને ગાય-બળદમાંથી મેળવાયું હોય તો બીફટેલો કહેવાય છે. તેનો ઉપયોગ નં. ૮માં જણાવ્યા પ્રમાણે થાય છે. ચોક્લેટમાં પણ હોઈ શકે છે. ૧૩) મીણઃ પાળેલી મધમાખીનું મીણ પ્રમાણમાં ઓછું મળે છે. મીણની વધુ પેદાશ જંગલમાં મધપૂડા તોડીને થાય છે. દરેક મધપૂડો તોડતી વખતે ૧૦ થી ૩૦ હજાર મધમાખી, તેની ઈયળ, ઈંડાં વગેરેનો નાશ થાય છે. મધપૂડો નીચોવીને મધ કાઢી લીધા પછી જે વધે તેને તપાવી, ઓગાળી, ગાળીને ઠરાવાયતેમણ. એનો ઉપયોગ મીણબત્તી, બાટિક-કળા, પોલિશ, મોચીનો દોરો, લિપસ્ટિક વગેરેમાં થાય છે. ૧૪) રેનિન-કેરેનેટઃ જમ્યા પછી બે-ત્રણ દિવસની અંદર કતલ કરેલાં વાછરડાના પેટનો રસ. એનો ઉપયોગ પેપ્સીનની જેમ ચીઝ બનાવતી વખતે મેળવણ તરીકે થાય છે. ગુડનાઈટ..૫૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98