Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 86
________________ અશોકવૃક્ષ પરયુવાન સ્ત્રીનું એઠું તાંબુલ પડે અને એ વિકસિત થાય, સોળ શણગાર સજેલી સ્ત્રીના મુખનો પડછાયો કુવામાં પડે અને પારો બહાર ઉછળે એ કામ સંજ્ઞાને બતાવે છે. નિધાન ઉપર પોતાના મુળીયા ફેલાવે એ વનસ્પતિમાં રહેલ પરિગ્રહ સંજ્ઞા બતાવે છે. પ્રાસંગિક ધનને મૂર્છાથી જમીનમાં સંતાડી દેવામાં આવે તો જીવ, ઉંદર, સાપ કે એવા ઝાડમાં જન્મ લે છે. હમણાં જાહેર થયું વિમાન રાઈટ બ્રધર્સે સર્વ પ્રથમ ઉડાવ્યું એ વાત ખોટી છે, મુંબઈના બીચ પર ભારતીયે સર્વ પ્રથમ વિમાન બનાવી ઉડાવેલું. રામાયણના પ્રસંગોમાં તો ઢગલાબંધ વિમાનોની વાત આવે છે. આજે નિશાન પર ત્રાટકી શકે એવા મિસાઈલ્સ શોધાયા છે. રામાયણમાં એવા શસ્ત્રોનો ઉલ્લેખ મળે છે કે જે સેંકડો માઈલ દૂર રહેલ નિશાનને ખત્મ કરી પાછા મૂળ સ્થાને આવી જતા. માટે ભારતમાં વિજ્ઞાન હતું તો ખરું જ, પણ આત્માના હિતકર વિજ્ઞાનને જ મહત્ત્વ અપાયું. એટમ બોમ્બની પાછલ પડેલું આજનું વિજ્ઞાન વિનાશના પંથે હીરોશીમા અને નાગાસાકી સર્જે છે. આતમ બોમ્બથી સજ્જ બનેલા આપણા પૂર્વ મહર્ષિઓ વિકાસના પંથે કર્મોના ફુરચે ફુરચા ઉડાડી અક્ષય સુખના સ્વામી બન્યા છે. ' ઉડતી રકાબીઓ પહેલા માનતા હતા કે ઉડતી રકાબીઓ મંગલ ગ્રહથી આવે છે. હવે ના પાડે છે કે મંગલમાં જીવન વાયુ નથી. વિજ્ઞાન પાસે જવાબ નથી, જૈન ધર્મ પાસે જવાબ છે. આ દેખાતું વિશ્વ જાણીતું વિશ્વ ભરતક્ષેત્રમાં માત્ર એક ટપકા જેટલું છે. “દેર આર ઈનફિનીટ અર્થસ” (ઈજાક એસિમોવ) કહી, હવે વિજ્ઞાન પણ અન્ય ધરતીનો સ્વીકાર કરે છે. તાજેતરમાં અમેરિકન વૈજ્ઞાનિક પ્રો. મેકડોનાલ્ડ એવો દાવો કર્યો છે, કે બીજી દુનિયામાંથી ઉડતી રકાબીઓ આપણા દેશની મુલાકાત લઈ રહી છે. એ અંગે મારી પાસે કોઈ ખુલાસો નથી. અમેરિકન વિદ્વાન ડૉ. બ્રુકે આપણી પૃથ્વી જેવી બીજી દશ કરોડ પૃથ્વી જણાવી છે. (ધર્મયુગ હિન્દી તા. ૮-૭-૬૭.) અમેરિકન ઈન્ફર્મેશન સર્વિસ બુલેટીન તા. ૪-૧૧-૬૩ ના અંકમાં પૃથ્વી અનેક હોવાનું જણાવ્યું છે. રશિયન વૈજ્ઞાનિકે પણ હવે જેટલી પૃથ્વી દેખાય છે તેટલા માપવાળી બીજી એક કરોડપૃથ્વી માની છે! જૈન શાસને આના કરતાં અસંખ્યાત ગણી પૃથ્વી મોટી માની છે. ગુડનાઈટ..૮૩ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98