Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 74
________________ ૩) સુંદર વહીવટ કરે, દેવદ્રવ્યાદિ નો પાઇ-પાઇનો હિસાબ તપાસે એ તીર્થકર નામ કર્મ બાંધે ૪) જે નામ માત્રના ટ્રસ્ટી બને, વહીવટ વ્યવસ્થામાં ભાગનલે, અવરનવર દેખરેખ ન કરે, દેવ દ્રવ્યાદિ ના ગોટાલા ઉપેક્ષાભાવે ચલાવ્યે રાખે અથવા “મારે શું.... કરનાર કરશે એમ વિચારે એ ભયંકર કર્મો બાંધે છે. ૫) જે સમય આપી શકે અને વહીવટમાં જેને સમજ હોય એને જ ટ્રસ્ટી બનવું જોઇએ. ૬) ટ્રસ્ટીનું જીવન પણ આદર્શભૂત હોવું જોઇએ. જોનારને સભાવ જાગે એવું અંગત જીવન હોય તો જ ટ્રસ્ટીપદ શોભે. દીપે. રોજ પરમાત્મદર્શન, પરમાત્મપૂજા, ગુરુ પ્રત્યે અહોભાવ, પ્રવચનશ્રવણ, રાત્રિભોજન ત્યાગ, કંદમૂળત્યાગ, ગુટખા-દારૂસિગારેટ-જુગાર આદિ સાત વ્યસનોં નો ત્યાગ. પોતાના વ્યવહારિક પ્રસંગોમાં પણ જૈન ધર્મવિરુદ્ધાચરણ ન થાય તેની પૂરે પૂરી કાળજી. (દા.ત. લગ્નસમારંભમાં પણ કંદમૂળ આદિ અભક્ષ્ય તો ન જે આવવા દે.) ૭) ટ્રસ્ટીના જીવનમાં આચાર ચુસ્તતા તો હોવી જ જોઇએ. ૮) ભગવાનની આજ્ઞાનુસાર સંયમજીવનની ઉત્તમ સાધના કરતા ગમેતે સમુદાયનાકે પક્ષના સાધુ-સાધ્વી જુએ કે ટ્રસ્ટીનું મસ્તક તરત જ ઝુકી જાય. આટલો વિવેક તો દરેક ટ્રસ્ટીમાં હોવો જ જોઇએ અને વેચાવચ્ચના કામમાં પોતે અંગત રસ લે. ૯) “મારા જ કર્મેહું સુખી દુઃખી છું એમ દઢ વિશ્વાસ રાખનારટ્રસ્ટી ભૂલેચૂકે ડોરા ધાગા કે મંત્રોના ચક્કરમાં પડી શિથિલાચારી સાધુઓને પ્રોત્સાહન આપનાર ન બને શિથિલાચારી સાધુ-સાધ્વીઓના મા-બાપ બની એમને પણ ઉગ્ર વિહારી બનાવી મોક્ષના પથિક બનાવે. ૧૦) ટ્રસ્ટી તરીકે પોતે પોતાની ફર્જ સમજે કે ચઢાવો બોલતાંની સાથે જ પોતે પોતાની રકમ તરત જ ભરી દે અને બીજાને પણ તરત રકમ ભરવાનું સૂચન કરે જેથી વ્યક્તિ દેવદ્રવ્યાદિનો ભક્ષક ન બને. ટ્રસ્ટના પૈસા પોતે પોતાના ઘરમાં ન રાખે ૧૧) જે તે તીર્થ કે ગામના પોતે ટ્રસ્ટી હોય ત્યાં સંપૂર્ણ સમય અથવા વધુમાં વધુ સમય આપવાની જેની તૈયારી હોય, એજ ટ્રસ્ટી પદને દીપાવી શકે. ગુડ નાઇટ... ૭૧ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98