Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 61
________________ ... મોજશોખની વસ્તુઓ... વિવિધ ચામડાની વસ્તુઓ સુટકેસ, બ્રીફકેસ, હેન્ડબેગ, દૂરબીન, કેમેરા રાખવાની ડબીઓ વગેરે. જાતજાતનાં બ્રશઃ હજામતનાં, બૂટપાલીશનાં, દીવાલ રંગવાના, ચિત્રકારોનાં, સફાઈ માટેનાં બ્રશ વગેરે કતલ કરેલાં પશુઓના, મારેલા નોળીયાનાં, સેબલના, ઊંટનાં અથવા જીવતાં ડુક્કરનાં ખેંચી કાઢેલા વાળમાંથી બને છે. .. કેટલીક પ્રાણિજ પેદાશોની વપરાશ વિશે જાણકારી... ' એસ્ટ્રોજનઃ ગર્ભિણી ઘોડીઓના મૂત્રમાંથી મેળવાય છે. એને મેળવવા માટે ઘોડીઓને બાંધેલી દશામાં સતત ગર્ભિણી રાખવામાં છે. કતલ કરેલાં જનાવરોની ગ્રંથિઓમાંથી પણ મળે છે. એનો દવાઓ અને સૌંદર્ય પ્રસાધનોમાં ખૂબ ઉપયોગ થાય છે. ૨) ઓલિયેટ્સઃ કતલ કરેલાં પશુઓમાંથી મેળવાય છે. એનો સૌંદર્ય પ્રસાધનોનાં કીમોમાં ખૂબ ઉપયોગ થાય છે. ૩) ઈસીંગ્લાસઃ માછલીમાંથી મળતો જિલેટીન જેવો પદાર્થ. સૌદર્ય પ્રસાધનોમાં, જેલી, સરસ તથા આલ્કોહોલિક પાણી બનાવવામાં એનો ઉપયોગ થાય છે. ૪) કસ્ટર્ડ પાઉડર કેટલાકકસ્ટર્ડ પાઉડરમાં ઈડાંવપરાયાં હોય છે. પુડિંગ, આઈસ્ક્રીમ, ફૂટ સલાડ વગેરેમાં ઉપયોગ કરાયેલો હોઈ શકે. ૫) કેસ્ટોરિયમઃ પશ્ચિમના દેશોમાં નર બીવર નામના પ્રાણીને મારીને તેની ગ્રંથિઓમાંથી કાઢવામાં આવે છે. એનો ઉપયોગ સૌંદર્યપ્રસાધનો અને હાર્મોનની સારવારોમાં થાય છે. ૬) કોચિનિયેલ મેક્સિકોમાં થતી એક જાતની જીવાતની માદાના શરીરની સુકવણી કરીને બને છે. આનો ઉપયોગ કેટલાક ખાદ્ય પદાર્થોમાં તથા સૌંદર્ય પ્રસાધનોમાં લાલ રંગ તરીકે થાય છે. ૭) ગ્લિસરીન ગ્લાઈસેરોલ–સાબુ બનાવવામાં જો પ્રાણિજ ચરબી વપરાઈ હોય તો તે સાબુની ઉપ-પેદાશ એટલે પ્રાણિજ ગ્લિસરીન વનસ્પતિ તેલ વપરાયું હોય તો ગુડનાઈટ... ૫૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98