Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 75
________________ ૧૨) ટ્રસ્ટીનું હૃદય વિશાલ હોવું જોઇએ. કરકસરી હોય પણ કંજૂસ ન હોય. ઉદાર હોય પણ ઉડાઉન હોય. વાણીમાં મીઠાસ, વ્યવહારમાં સહૃદયી, આશ્રિતો ઉપર વાત્સલ્ય પરિણામી અને કામની કદર કરનાર અને ભૂલ જુએ તો પ્રેમથી કે જરૂરત પડે તો થોડી કડકાઇ લાવીને પણ ભૂલને સુધારનાર હોય ૧૩) ટ્રસ્ટીને કોઇ પણ વ્યક્તિ પ્રશ્ન પૂછે કે ફરિયાદ કરે તો પ્રેમથી જવાબદારી પૂર્વક સમતારાખી સંતોષકારી જવાબ આપે. તોછડાઈ કે ઉદ્ધતાઇ કદાપિ આવવા ન દે. યાદ રાખજો - જેના ટ્રસ્ટી પ્રેમાળ અને હસમુખા ત્યાંના નોકર ચાકરાદિ પણ પ્રેમાળ અને હસમુખા રહેવાના. ૧૪) સહુને હાથજોડી મીઠો આવકાર આપે, કુશળ ક્ષેમ પૂછી પ્રેમથી સલાહ સૂચન અંગીકાર કરે, સુધારા કરે એ જ ટ્રસ્ટી પુણ્યવંતા કહેવાય. ૧૫) ટ્રસ્ટીઓની મિટીંગમાં પોતે અચૂક હાજર . ભગવાનની આજ્ઞા વિરુદ્ધ થતું હોય તો એને રોકાવે. ૧૬) ગીતાર્થ અને જ્ઞાની ગુરુભગવંતોના માર્ગદર્શનમાં જ શાસ્ત્રાનુસારી વહિવટ ચલાવે. ૧૭) કોઇ પણ વાતમાં પોતાનો અહં કે ઇગો કે કદાગ્રહ ન રાખે. “મારું તે સાચું નહિ, સાચું તે મારું માનનારા હોય.” ૧૮) પેઢીમાંથી શાસનકામ સિવાય ફોનટ્રસ્ટી કરે, તોય પૈસા ચૂકવવા જોઈએ. નહિંતર સાધારણ દ્રવ્યની હાનિ થાય છે. પેઢીના કામ સિવાય ત્યાં ગાદી પર બેસાય પણ નહિ. ૧૯) અળગણ પાણી-પૂજારી કે ચોકિદાર દેરાસરની જગ્યાએ કંદમૂળ ભક્ષણ બીડી આદિ – પૂજાના કપડામાં ખાતા-પીતાતો નથી ને? માત્રુ-ચંડિલ જતા તો નથી ને? એ ધ્યાન રાખવું. ૨૦) ભગવાનની પેઢીની ગાદી પરબેસીને બીડી-સિગરેટ-ગુટખાઆદિતોનજ જોઈએ Jain Education International ગુડનાઈટ... ૭ર F1 Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98