Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 71
________________ ૧૧) માનસમૃત્યુપ્રયોગ - આંખો બંદ કરી કાલ્પનિક રીતે મૃત્યુની છેલ્લી ક્ષણ ઉભી કરવી. “મારું આયખું ખુટે જે ઘડીએ” ગીતના સંવેદન વડે પ્રભુને પધારવાની કાકલૂદીભરી વિનંતી-પ્રાર્થના સંવેદનો અનુભવવા. મૃત્યુ પછી પુણ્ય પાપ સિવાય કશુંજ સાથે નથી આવતું. એવો અનુભવ કરવો. ૧૨) માનસ યાત્રા પ્રયોગ :- મનથી અષ્ટાપદ કે સિદ્ધાચલ પહોંચી ભરતચક્રીએ ભરાવેલરત્નના પ્રતિમાના દર્શન કરવા સીમંધરસ્વામીની ભાવયાત્રા કરવી વગેરે (૩૧) બ્રહ્મચર્ય ૧) વાસનાથી વીર્ય બળે છે, ક્રોધથી ખૂન છે. ૨) જો એક કરોડ સોનામહોરોનો દાન દરરોજ આપીયે અથવાતો સાતમાળનું સોનાનું દેરાસર બનાવીયે, એના કરતાં બ્રહ્મચર્યનો લાભ વધારે છે. એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે બ્રહ્મચારી વચનસિદ્ધ હોય છે. એ ધારે તે કરી શકે છે. એની ઇચ્છાશક્તિ જબરદસ્ત હોય છે. આજે દુનિયાની કોર્ટના કેસોનો સર્વે ૧) સ્ટમક (પેટ) ૨) સેક્સ (વાસના) ૩) અને ઇગો (અહંકાર) એમાં પણ વાસના વિકારના કારણે અનેક પાપાચારો વધ્યા છે. મરણ બિંદુપાતની સાતધાતુઓનો રાજા વીર્ય છે. વીર્યનાશ એજ મોત છે. અનેક રોગો ઉત્પન્ન થાય છે. આંખો નિસ્તેજ, બેસી ગયેલા ગાલ, કમરનો દુખાવો, શરીર તૂટવું, વધારે પડતી આળસ, ઊંઘ નહીં આવવી, ભૂખ મરી જવી, ક્યાંય ચિત્ત ન ચોંટવું. જીવનમાંથી રસ ઉડી જવો વિગેરે. ૪) શારીરિકિ, માનસિક બિમારીઓ (સાયકોસોમેટિક) (Psyco-somatic)થાય છે. કોઇપણ વાતનો નિર્ણય ન લઇ શકે. ૫) શરીર વિજ્ઞાન :- માણસ જે ભોજન કરે તેનું દર અઠવાડિયે ક્રમશઃ રસ, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્યમાં રૂપાંતરણ થાય છે. પૂરા ઓગણપચાસ દિવસે સાતમી ધાતુવીર્ય બને છે. એક મણ આહારમાંથી એક તોલો વીર્ય બને છે. ગુડનાઈટ ૬૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98